• Gujarati News
  • Two Gardens In The Plantation Will Be Re named In Bhuj Andhana

ભૂજમાં બે બગીચામાં પ્લાન્ટેશનના નામે ફરી કરાશે આંધણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અગાઉ અનેકવાર ખર્ચ કરાયા છતાં શહેરના ફરવાલાયક બે બગીચાની હાલત નબળી જ રહી ફરી નવા પ્લાન્ટેશનના નામે પાંચ લાખ ખર્ચાશે માળી, સાધનો અને પાણીની સુવિધા હોવા છતાં ફુલ-ઝાડ અને લોનની હાલત રહે છે ખસ્તા

ભુજના બે બગીચા ખેંગાર પાર્ક તથા રાજેન્દ્ર પાર્કમાં ફરી એક વાર પ્લાન્ટેશનના નામે પાંચ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે અને તે અનુંસધાને કામ પણ ચાલુ કરી દેવાયું છે, ત્યારે આ ખર્ચ અગાઉ કરાયેલા ખર્ચની જેમ માત્ર લોકોના પરસેવાની કમાણીનું આંધણ ન બની રહે તે જોવું રહ્યું. અગાઉ અનેક વાર એક યા બીજા બગીચાના વિકાસ માટે ખર્ચ કરાયો છે, પરંતુ આમ છતાં આજદિન સુધી હજી આ બગીચાઓ ઉજ્જડના ઉજ્જડ જ ભાસી રહ્યા છે.

આ અંગે મળતી વિગતો મુજબ થોડા વર્ષ પહેલાં લાખોના ખર્ચે નવા રોપાઓ મગાવાયા હતા, પરંતુ તે રોપાને ઉછેરવાના બદલે એ જ હાલતમાં બગીચામાં પડયા પડયા મોટા ભાગના મૂરઝાઇ જતાં પૈસા પર પાણી ફરી વળ્યું.

આ ઉપરાંત બગીચાની લોન તથા હયાત ફુલ-ઝાડની પણ યોગ્ય દેખરેખ રખાતી ન હોવાથી વર્તમાન સ્થિતિમાં બગીચામાં પગ મૂકતાં જ સૂકાયેલા છોડ અને લોનની ખસ્તા હાલત નજરે પડે છે, ત્યારે યક્ષ પ્રશ્ન એ સર્જા‍ય છે કે, માળીઓની ટીમ હોવા છતાં અને વિકાસના નામે નિયમિત ખર્ચ કરાતો હોવા છતાં શહેરના મુખ્ય બે બગીચાની હાલત આવી ડામાડોળ કેમ હોઇ શકે જાણવા મળતી વિગતો મુજબ હાલે તાજેતરમાં જ સુધરાઇના જવાબદારો દ્વારા બન્ને બગીચામાં તથા જોગિંગ પાર્કમાં નવા ફુલના રોપા તથા લોન નાખવા તેમજ નવું પ્લાન્ટેશન કરવા હેતુ રૂ.પાંચ લાખ મંજૂર કરાયા છે. પાલિકાના ફંડમાથી આ નાણાં ફાળવાયાં છે, ત્યારે ફરી નાણાં વેડફાઇ ન જાય તે જોવાનું રહ્યું.

આગળ વાંચો....
રાજેન્દ્ર પાર્કમાં મુકાયેલું સ્પોર્ટ્સ સ્પોટ બન્યું ઉજ્જડ