તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Track The Performance Of The Sensor At A Cost Of 1 Crore

આરટીઓમાં એક કરોડના ખર્ચે સેન્સર ટ્રેકની કામગીરી શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આધુનિક રીતે વાહનોની ટેસ્ટ ડ્રાઇવ માટે સેન્સર ટ્રેકની કામગીરી શરૂ
- ૧ વર્ષમાં ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર બન્નેના ટ્રેક બની જાય તેવી શકયતા


આરટીઓની દરેક કામગીરી ઝડપી બને તે માટે આધુનિકરણ ધીરે ધીરે થઇ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં હવે વાહનોની ટેસ્ટ ડ્રાઇવ આધુનિક ટેકનીક પ્રમાણે લેવાય તે દિશામાં રાજ્યના વિવિધ શહેરોમાં સેન્સર ટ્રેકની કામગીરી ચાછી રહી છે, ત્યારે કચ્છમાં પણ ભુજ આરટીઓ કચેરી ખાતે સેન્સર ટ્રેક બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે. જેથી ટૂંક સમયમાં કચ્છના વાહન ચાલકો સેન્સર ટ્રેક પર ટેસ્ટ ડ્રાઇવ દેતા નજરે પડે છે.

આ અંગે મળતી વિગતો મુજબ અંદાજે એક કરોડથી વધુના ખર્ચે ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલરના ટ્રેક બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે, જેમાં હાલે પ્રાથમિક તબક્કે ટ્રેકના કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલુ છે, જેને બનતાં ૩થી ૪ માસ જેટલો સમય લાગશે. ત્યાર બાદ ટ્રેકમાં સેન્સર બેસાડવાની કામગીરી શરૂ કરાશે. મળતી માહિ‌તી પ્રમાણે ટુ-વ્હીલર માટે આઠ આકારનો ટ્રેક બનાવવામાં આવશે, જ્યારે ફોર-વ્હીલર માટે ગાડીને રિવર્સ લઇને પાર્ક કરવા રિવર્સ સાથે ઢાળ ચડાવવો તેમજ ઝીક-ઝેક ટ્રેક બનાવાશે. આમ, ફોર-વ્હીલર માટે એક જ ટ્રેક પર અલગ અલગ પરીક્ષાલક્ષી વ્યવસ્થા ગોઠવાશે.

અંદાજિત એક વર્ષમાં આ ટ્રેક બની જશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વાહનોની ટેસ્ટ ડ્રાઇવ મેન્યુઅલી લેવાતી હતી, પરંતુ સેન્સર ટ્રેકની મદદથી વાહનચાલકોની ભૂલ તરત પકડી શકવા ઉપરાંત ચોક્કસાઇપૂર્વક ડ્રાઇવિંગ ટેસ્ટ થઇ શકશે.