• Gujarati News
  • To Keep With The Spirit Of Brotherhood To Go To The Flea Visari

ગઇ ગુજરી વિસરી જાઓ ને ભાઇચારાની ભાવનાથી રહીએ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોલી-પટેલ સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય

રાપરમાં સપ્તાહ પૂર્વે બન્ને સમાજ વચ્ચે બોલેલી બઘડાટી બાદ મામલો થાળે પડી જતાં વાગડ પંથકમાં હાશકારો

રાપરમાં પટેલ યુવતીને કુંભાર શખ્સ ભગાડી ગયો હતો, જેમાં કોલી સમાજના એક શખ્સની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જણાતાં પટેલ સમાજે કોલી પરિવાર પર હુમલો કરતાં બન્ને જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. ત્યારથી બન્ને કોમ વચ્ચે વરેઝેર બંધાયાં હતાં, તેવામાં ગુરુવારના સવારે રત્નેશ્વર દાદાના મંદિરે બન્ને સમાજના લોકોની એક બેઠક મળી હતી, જેમાં વિતી ગયેલું ભૂલી જાવ અને ભાઇચારાની ભાવનાથી જ સાથે રહી શકશું અન્યથા યુવાધન પણ બરબાદ થશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. વાગડમાં બન્ને સમાજનું પ્રભુત્વ હોવાથી આગામી દિવસોમાં નવા-જૂની થવાના એંધાણ હતાં, ત્યારે જ બન્ને પક્ષે સમાધાન કરી લેતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

રાપરના રત્નેશ્વર દાદાના મંદિર ખાતે ગામના જ ધારાસભ્ય વાઘજીભાઇ પટેલ તથા કોલી સમાજના આગેવાન કરસન જગાભાઇ ઠાકોરની ઉપસ્થિતિમાં બન્ને સમાજના લોકોની એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં આગેવાનોએ અફવાઓ અને ગેરસમજને કારણે થયેલી માથાકૂટને દુ:ખદ ગણાવી ક્યાં-ક્યાં બન્ને પક્ષે ભૂલ થઇ તેની ચર્ચા કરવામાં આવી હતી. આ સમયે બન્ને સમાજે પોત-પોતાની ભૂલ સ્વીકારી પણ લીધી હતી અને જો લડાઇ કરશું તો વર્ષોના સંબંધો પર પાણી ફરી વળશે, જેનું આગામી પેઢીને ભોગવવું પડે તેવી સ્થિતિ ઊભી થશે. અંતમાં બન્ને સમાજના લોકોએ ગળે મળી વેરઝેરની ભાવનાને કાયમી માટે અલવિદા કરી દઇ ખભેખભા સાથે મેળવી એકજૂટ બનીને રહેવાનો નિર્ણય લીધો હતો.