તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં ૧.૧૦ લાખના મુદ્દામાલ સાથે તસ્કર ત્રિપુટી પકડાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છની એક ડઝન અને મોરબીની ૧પ તસ્કરીના ભેદ ઉકેલાયા

કચ્છમાં તસ્કરોએ મોટી ધાડ પાડીને લાખોની મત્તા સાફ કરી એ દિવસોમાં જ પોલીસે જાણે નિશાચરોને સામે જવાબ આપ્યો હોય એમ ત્રણ શખ્સને રૂ.૧.૧૦ લાખના ચોરાઉ મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. આ શખ્સોની ધરપકડથી કચ્છની એક ડઝન અને મોરબીની ૧પ તસ્કરીના ભેદ ઉકેલાયા હતા.

એલસીબીના જણાવ્યા પ્રમાણે નળવાળાં સર્કલ પાસે શુક્રવારે સવારે બાઇક પર આવતા લતીફ નૂરમામદ કકલ, પૂનમ ઉર્ફે પુનિયો સુમાર સીજુઅને કાસમ સાલેમામદ નાયકની અટકાયત કરવામાં આવી હતી. ત્રણેય કુલ રૂ.૧,૧૦,પ૧૦ના મુદ્ામાલ સાથે પકડવામાં આવ્યા હતા. મુન્દ્રામાં પાંચ જગ્યાએ ખાતર પાડયું હતું. લતીફે કાસમ સાથે મળીને અંજારમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. પૂનમ તેમજ પ્રેમજી મહેશ્વરી(તરા-મંજલ)એ માંડવી અને ગઢશીશામાં કુલ ચાર સ્થળે હાથ સાફ કર્યા હતા, જ્યારે પૂનમ અને અજલો કોચરો(ગાંધીધામ)એ મળીને મુન્દ્રામાં બે સ્થળે ચોરી કર્યાનું બહાર આવ્યું હતું.

- કબજે કરાયેલી ચોરાઉ ચીજ-વસ્તુઓ

મૂળ કિડાણાના અને હાલ માધાપર(ભુજ) રહેતા લતીફ પાસેથી સોનાની ચેઈન, એક વીંટી, મોબાઇલ ફોન.
માનકૂવાના પૂનમ પાસેથી સોનાની એક જોડ બૂટી, એક વીંટી, ચાંદીના સાંકળા, ચાર સ્પીકરવાળું હોમથિયેટર, ડીવીડી પ્લેયર, ચાર્જર, માઉસ, ઇયરફોન, કેબલ, એક સેલફોન.
કુકમાના કાસમ પાસેથી ચાંદીની બે વીંટી, બે ઝુમર, એક પાનદાની, એક મોબાઇલ.

- આ શખ્સે તો મિત્રની પત્ની સાથે લફરું કરીને હત્યા કરી હતી

આરોપી લતીફ કકલે તેના મિત્ર અનુડો હાસમ કકલ(કિડાણા)ની પત્ની ઝરીના સાથે લફરું કય્ર્‍ાંુ હતું. ઝરીના સાથે મળીને જ તેણે અનુડાનું કાસળ કાઢી નાખ્યું હતું. આ કેસમાં તે બે વર્ષ જેલમાં પણ રહી ચૂક્યો છે. નવેક માસથી જેલમાંથી મુક્ત થયેલો આ શખ્સ અગાઉ લોડાઇ ગામમાં સોનીની દુકાનમાં થયેલી ચોરીના કેસમાં પણ પકડાઈ ચૂક્યો છે. આ ઉપરાંત આરોપી પૂનમ પણ અગાઉ માનકૂવામાં ઠાકર મંદિરની ચોરી તેમજ અન્ય તસ્કરીઓમાં અન્ય શખ્સો સાથે પકડાઈ ચૂક્યો છે.