ભુજ: આ ધનતેરસે લકઝરી કાર પણ ડિમાન્ડમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
- ભુજ અને ગાંધીધામમાં 900થી વધુ ટુ-વ્હીલર અને 400થી વધુ ફોર વ્હીલરની શુભદિને ખરીદી
- વધુ એવરેજ આપતાં દ્વિચક્રી વાહનોનું માર્કેટ પણ જોરમાં
ભુજ: ધનતેરસના સપરમાં દિવસે લોકો શુભ કામોનો પ્રારંભ કરતા હોય છે. સોના-ચાંદી સાથે આજકાલ વાહનો ખરીદવા માટે આ દિવસ શુભ મનાય છે, જેના પગલે આજે લોકો કરોડોના વાહનો ઘેર લઇ જશે. મળતા અંદાજ મુજબ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર મળીને 1300થી વધુ વાહન ખરીદાશે. આ વર્ષે બજાર થોડું ગરમ રહેેશે. જોકે, એટલું પણ નહીં કે ડિલરો ખુશ થઇ જાય. આ ક્ષેત્રના જાણકારોના કહેવા મુજબ ગત વર્ષ કરતાં ખરીદી થોડી વધુ થશે, પણ એટલી નહીં કે નોંધપાત્ર હોય. હાલે બજારમાં પૈસાનું સર્ક્યુલેશન બંધ થઇ ગયું છે, તેથી લોકોની ખરીદ શક્તિ ઘટી ગઇ છે, જેની અસર વાહનોની ખરીદી પર પણ થશે. સર્વે મુજબ કચ્છમાં 900થી વધુ મોટર સાઇકલ, સ્કૂટર વગેરે લોકો ઘર લઇ જશે, જ્યારે ટ્રેક્ટર, છકડા, ટ્રક, જીપ, નાના માલ વાહક વાહનો તેમજ ઇકોનોમી કાર અને લક્ઝરીયસ કાર સહિત ફોર વ્હીલરમાં 400થી વધુ વાહન ખરીદાશેે.
આ વર્ષે લક્ઝરીયસ કારની ડિમાન્ડ વધી રહી હોવાનું ડિલરોએ જણાવ્યું હતું. જે બ્રાન્ડના શોરૂમ કચ્છમાં નથી તેવી કારની ખરીદી કરવા સ્પેશિયલ અમદાવાદ સુધી પણ જનારા જતા હોય છે. ભુજના હોન્ડા કંપનીના ટુ-વ્હીલરના વિક્રેતા વિજય રાઠોડે જણાવ્યું હતું કે, અમારી પાસે 100નું બુકિંગ અગાઉથી થઇ ગયું છે, જ્યારે ધનતેરસના દિવસે બીજી 100 જેટલી ગાડી વેચાશે, જો અંદાજ કરીએ તો ભુજમાં 600, જ્યારે ગાંધીધામમાં 600 એમ 1200થી વધુ વાહન વેચાશે. ગત વર્ષ કરતાં વેચાણ થોડું વધશે, પણ લોકોના પૈસા અટકેલા પડ્યા હોવાથી એટલો વધારો નહીં દેખાય. ખાસ કરીને હવે પેટ્રોલના વધતા ભાવોના કારણે લોકો નવા ગ્રાફિકસ સાથે લોન્ચ થયેલી અને ઓન રોડ વધુ એવરેજ આપતી મોટર સાઇકલ વધુ પસંદ કરે છે, જ્યારે ભુજમાં બજાજની ફ્રેન્ચાઇઝી ધરાવતા મીત ઠક્કરે જણાવ્યું હતું કે, ભુજ અને ગાંધીધામ થઇને તેઓના 225થી વધુ ટુ-વ્હીલર વેચાશે.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...