તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં પાલિકાના ઉપપ્રમુખના ઘરે તસ્કરોએ દિવાળી મનાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રિવોલ્વર સહિ‌ત ૧.૮૦ લાખની ચોરી
- દિવાળીના દિવસોમાં જ ઘરફોડિયાઓએ કરેલું પરાક્રમ
ભુજમાં પાલિકાના ઉપપ્રમુખના ઘરે દિવાળીની પૂર્વ સંધ્યાએ તસ્કરીની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. અહીં ગાયત્રી મંદિરની સામેના વિસ્તારમાં રહેતા રાજકીય અગ્રણીના ઘરમાંથી અજાણ્યા શખ્સો તેમની લાયસન્સવાળી રિવોલ્વર તેમજ રોકડા અને સોનાના દાગીના મળીને કુલ રૂા.૧.૮૦ લાખની માલમત્તા સાફ કરી જતા પોલીસતંત્રમાં પણ દોડધામ વ્યાપી ગઇ હતી.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ગત રવિવારે રાત્રે આ બનાવ સામે આવ્યો હતો. ભુજ પાલિકાના ઉપપ્રમુખ પરાક્રમસિંહ જાડેજા બેંગ્લોર ગયા હતા. તેમનો પુત્ર હોટલ પર ગયો હતો. ચોકીદાર ગોરખો પણ પારિવારિક જમણવારમાં ગયો હતો. ઘરને તાળાં મારેલા હતા. અગ્રણીનો દીકરો ઘરે આવ્યો તો તાળાં તૂટેલા જોયા. અંદર તપાસ કરી તો રિવોલ્વર, રોકડા ૪૦ હજાર અને સોનાની પહોંચી ચોરાઈ ગઈ હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ચોકીદાર શંકાના ઘેરામાં
આ પ્રકરણની તપાસ ચલાવતા પીએસઆઇ આર.એસ. નિનામાએ જણાવ્યું કે, આગેવાનના ઘરે ચોકીદારી કરતો ગોરખો શંકાના ઘેરામાં છે. તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.