ફ્લેટમાં ઘૂસેલા ચોરને લોકોએ ઢીબી નાખ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિટ ચોરી ભાગતા શખ્સને મહિ‌લા જોઇ જતાં તે ઘરનો મુખ્ય દરવાજો બહારથી બંધ કરી દીધો

ભુજના ઘનશ્યામનગરમાં આવેલા પ્રગતિ એપાર્ટમેન્ટમાં શનિવારના સાંજના સમયે એક શખ્સ ચોરી કરવા ઘૂસ્યો હતો અને એક ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી ત્યાંથી હાથ નાખી પાકિટ ચોરી લીધું હતું, તેવામાં ઘરમાં રહેલાં મહિ‌લાનું ધ્યાન જતાં તે મુખ્ય દરવાજો બહારથી બંધ કરી ભાગવા લાગ્યો હતો, પરંતુ મહિ‌લાએ બૂમાબૂમ કરી મૂકતાં લોકો એકઠા થઇ જતાં તે દોડીને છત પર ચડી ગયો હતો. ફ્લેટના રહીશોએ તેને પકડી બેફામ ધોકાવ્યો હતો.

ઘટનાસ્થળેથી મળતી વિગત મુજબ, પ્રગતિ એપાર્ટમેન્ટમાં સાંજે છ વાગ્યે એક અજાણ્યો શખ્સ ઘૂસી આવ્યો હતો અને ત્રીજા માળેથી એક મકાનનો દરવાજો ખૂલ્લો હતો અને મહિ‌લા અંદર કામ કરતાં હોવાથી તે નજર ચૂકવીને ત્યાં પડેલું પાકિટ સેરવીને ભાગતો હતો, ત્યાં જ મહિ‌લા જોઇ ગયાં હતાં.

આ શખ્સે બારણુ બહારથી બંધ કરી દીધું હતું અને ભાગવા જતાં મહિ‌લાએ બૂમાબૂમ કરી મૂકી હતી, તેવામાં લોકોના ટોળાં એકઠાં થઇ જતાં તેને નીચે ઉતરવાનો મોકો મળ્યો ન હતો અને ઉપર છત પર ચડી ગયો હતો, જ્યાં લોકોએ દોડી જઇ તેની બેફામ ધોલાઇ કરી હતી. પોલીસનો સંપર્ક કરતાં ફરિયાદ ન થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.