• Gujarati News
  • The Unidentified Woman's Body Was Found In A Seam Vandhiya

વાંઢિયાની સીમમાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના વાંઢિયા ગામની સીમમાં એક મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર વ્યાપી ગઈ હતી. તેનું મોત કઈ રીતે થયું એની વધુ તપાસ માટે લાશને પીએમ માટે જામનગર મોકલવામાં આવી હતી. બીજી બાજુ ગાંધીધામ તાલુકાના પડાણા ગામમાં આવેલી ખાનગી કંપનીમાં એક કામદારે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, વાંઢિયા ગામની સીમમાં શુક્રવારે સાંજે ૩૫થી ૪૦ વર્ષીય મહિલાની લાશ મળી આવી હતી. એના વિશે ગામના સરપંચ કાસમભાઈએ પોલીસને માહિતગાર કરતાં પીએસઆઇ ડી.ડી. રાણા તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતદેહ એકદમ કોહવાયેલો હોવાથી ઓળખ થઈ શકી નહોતી અને મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા એને જામનગર મોકલવામાં આવી હતી.

અન્ય અપમૃત્યુનો બનાવ અંજાર પોલીસમાં નોંધાયો હતો, જેમાં ૨૬ વર્ષીય અહી વરણસિંગ ઉદયસિંગ જાટે પડાણા સીમમાં આવેલી કુનાલ એન્ટરપ્રાઈઝ કોલોનીમાં તેના ઘરમાં ગળેફાંસો ખાઇને જીવ ટૂંકાવ્યો હતો.


મહિલાના લાશ તથા તપાસ કરતી પોલીસની ટુકડી નજરે પડે છે.