પાકિસ્તાન છોડીને આવેલા લોકોને રેફ્યુજીનો દરજ્જો આપવા માગણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાન સાથેના સંબંધો પૂરા કરો એવા આપણી સંસદે નિંદા પ્રસ્તાવ જારી કર્યો છે ત્યારે પાકિસ્તાન સાથે કોઇને કોઇ રીતે નાતો ધરાવતા ગુજરાતના લોકોએ પણ તેની બર્બરતા સામે વધુ એક વખત રોષ વ્યક્ત કર્યો છે. એક તબક્કે વિઝા લઇને રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવતા પાકિસ્તાનીઓ સામે પ્રતિબંધની ચર્ચા વચ્ચે જેઓ પાકના ભયથી અહીં વસી ગયા છે તેમને હવે કાયમી આશ્રિત તરીકે દરજ્જો આપવામાં આવે તેવી માગ પણ પ્રબળતા પૂર્ણ ઉઠતી આવી છે.

૧૯૯૨ પછીના વિવાદિત ઢાંચા કેસ બાદ પાકિસ્તાનથી ભારત આવીને રાજકોટ, ઉત્તર ગુજરાત, અમદાવાદ તથા દેશના અન્ય ભાગોમાં મહેશ્વરી સમાજ સહિ‌તના લોકો વસી ગયા છે. તેમને હવે માઇગ્રેન્ટ નહીં પણ રેફ્યુજીનો દરજ્જો મળે તેવી અનિવાર્યતા દર્શાવાઇ છે. કારણ કે, તેમને અમુક મુદ્દાઓ વખતે પોલીસ કે તંત્ર દ્વારા હેરેસમેન્ટ કરવામાં અવતા રહેવાથી પણ રાજય્માં કંટાળો ઉભો થાય છે.

ટૂંકમાં, ત્યાંથી આવેલા અને મૂળ ગુજરાતીઓ પાકના ભયથી વ્યથિત તો છે પણ હવે ત્યાં જવાનું પણ મુનાસિબ નથી સમજતા એવું ચિત્ર પાકિસ્તાનીઓએ તેમની સાથેના વર્તન બાદ ઉભું થયું છે.

કચ્છ અને પાકિસ્તાનનો સામાજિક અને વ્યાપારિક સંબંધ તો વર્ષોથી છે, પણ ભાગલા પછી પાક તરફથી અનેક પ્રકારની કટુતા દર્શાવાઇ રહી છે. કચ્છ સીમાએથી થયેલાં ૧૯૬પ અને ૧૯૭૧ના યુદ્ધમાં પછડાટ ખાધા પછી પાકિસ્તાન કચ્છ સીમાએથી પ્રોકિસવોર ચલાવી રહ્યું છે. પહેલાં ઇલેકટ્રોનિકસ ગુડ્સ પછી સોનું- ચાંદી અને એ પછી જાલીનોટ, કેફીદ્રવ્યો, શસ્ત્રો અને વિસ્ફોટકો કચ્છની સરહદેથી ઘૂસાડતું રહ્યું છે. જાસૂસીના અનેક પ્રકરણ કચ્છમાં ખૂલ્યાં હતાં, સીમા પર ૭૦ ટકા ફેન્સિંગ થઇ ગયા પછી જોકે, ઘૂસણખોરી અને નાપાક પ્રવૃત્તિઓ અંકુશમાં જરૂર આવી છે.

વધુ અહેવાલ આગળ વાંચો...