• Gujarati News
  • The Men To Come Back To Loot The Money And Run Khutatam

માંડવી ફરીને આવતા શખ્સોએ પૈસા ખૂટતાં લૂંટ ચલાવી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભોરારા પાસે યુવાનને નગ્ન કરીને લૂંટયાનો ભેદ ખૂલ્યો
ભુજની એલસીબીએ પાંચ શખ્સને આદિપુરમાંથી ઝડપી પાડયા


મુન્દ્રા તાલુકાના ભોરારા પાસે રોડ પર ચાર દિવસ પહેલાં જીન્દાલ કંપનીના કર્મચારીને નગ્ન કરીને લૂંટી લીધાના ચકચારી બનાવમાં ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંચ શખ્સને રિક્ષા સાથે આદિપુરમાંથી ઝડપી લીધા હતા. શખ્સો એ દિવસે માંડવી બીચ પરથી ફરીને પરત જતા હતા, ત્યારે પૈસા ખૂટી પડતાં લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી. જીન્દાલ કંપનીમાં નોકરી કરતો તૈયબ પેશામત અન્સારી ગત રવિવારે રાત્રે ડયૂટી પૂરી કરીને ગાંધીધામ જવા માટે રિક્ષામાં બેઠો હતો. ભોરારાથી આગળ વધતાં ચાલક સહિ‌તના સાત શખ્સે તેના પર હુમલો કરીને ઢોર માર માર્યો હતો અને સાથે તેના કપડાં ઉતારીને રોકડા ૧૨૦૦, સેલફોન તેમજ ક્રેડિટ કાર્ડ સાથેનું વોલેટ પણ તફડાવીને સાતેય શખ્સ ફરાર થઈ ગયા હતા. આ મામલે ભુજ એલસીબીના ઇન્સ્પેક્ટર વી.આર. મલ્હોત્રાને સચોટ બાતમી મળતાં તેમણે ટીમને આદિપુર રવાના કરી હતી.

આદિપુરના મુન્દ્રા સર્કલ પાસેથી આરોપી શબ્બીર હબીબ શેખ, અઝીઝ અબ્દુલ શેખ, જુણસ હાસમ, રજાક આમદ શેખ અને સલીમ અબ્બાસ શેખને રિક્ષામાં બેઠેલા પકડી પાડયા હતા અને લૂંટેલો મોબાઇલ, લાઇસન્સ, પાનકાર્ડ, એટીએમ કાર્ડ રોકડા રૂપિયા સહિ‌તનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આગળ વાંચો...

અજાણ્યાં વાહનમાં બેસો, તો સાવચેત રહો