અંજારમાં હવે સ્થાનિક પોલીસે પણ આઇપીએલનો સટ્ટો પકડ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારમાં હવે સ્થાનિક પોલીસે પણ આઇપીએલનો સટ્ટો પકડ્યો
આઇપીએલનો સટ્ટો પકડ્યો પણ ત્રણમાંથી એકેય આરોપી પોલીસના હાથમાં આવ્યો નહીં
અંજારમાં એલસીબીએ થોડા દિવસ પહેલાં આઇપીએલના ક્રિકેટ સટ્ટા પર છાપો મારીને સ્થાનિક પોલીસને ઊંઘ ઊડાડી હતી, હવે સ્થાનિક પોલીસે ક્રિકેટ સટ્ટા પર છાપો માર્યો હતો. જોકે, મુદ્દામાલ પકડાયો પણ આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી હતી.
અંજારના દબડા વિસ્તારમાં આવેલા નીલકંઠનગરમાં એક મકાનમાં આરોપી ચેતન ઉર્ફે કરસનદાસ શેઠિયા (ઠક્કર), કમલેશ ઉર્ફે ગાગો ઠક્કર સહિત ત્રણ ઇસમ કલકત્તા નાઇટ રાઇડ અને પંજાબ કિંગ ઇલેવન વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતા હોવાની બાતમી મળી હતી. આ બાતમી આધારે બુધવારે સાંજે છ વાગ્યે ત્યાં છાપો મારવામાં આવ્યો હતો. સ્થળ પરથી પોલીસે રોકડા ૩૦૦, ૧૨ સેલફોન સહિત કુલ રૂ.૮૯૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, એક પણ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી નહોતી.