• Gujarati News
  • The Drunk BSF Personnel Observed Twice In Bhuj Thokayo

ભુજમાં બીએસએફનો પીધેલો જણાતો કર્મચારી બે વાર ઠોકાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજમાં સરાજાહેર પીધેલી હાલતમાં જણાતો બોર્ડર સિકયુરિટી ફોર્સનો એક કર્મચારી ઉપરાઉપરી બે વાર માર્ગ અકસ્માતમાં ઠોકાઈ ગયો હતો. બાઇક હંકારીને જતો હતો, ત્યારે પહેલાં રિક્ષા સાથે અથડાયો હતો અને બાદમાં ટ્રેકટર સાથે ભટકાયા બાદ ઢળી પડ્યો હતો. લોકો તેને સારવાર માટે ખસેડી ગયા હતા.

ભુજના અનમ રિંગ રોડ નજીક પેટ્રોલ પંપ પાસે રવિવારે બપોરે આ બનાવ બન્યો હતો. સીમા સુરક્ષા દળમાં નોકરી કરતો આ માણસ ભીડ વિસ્તાર તરફથી બાઇક હંકારીને આવ્યો હતો. નજરે જોનારાના જણાવ્યા પ્રમાણે પહેલાં તે એક રિક્ષાની પાછળ અથડાયો હતો, પછી તરત એક ટ્રકટરની ટ્રોલી સાથે ભટકાયો હતો. લોકો દોડી જઈને તેની પાસે ગયા અને પૂછ્યું તો ટ્રેકટરવાળો બોલ્યો કે, મારો વાંક નથી. આ બાઇકચાલક જાતે ભટકાયો છે. બાઇકચાલકને જોતા તે દારૂ પીધેલો જણાતો હતો.

તે ભાન ખોઈ બેઠો હતો. બાઇક પરથી ઢળી પડેલા બીએસએફના કર્મચારીને લોકોએ હોસ્પિટલ ભેગો કર્યો હતો. પોલીસે તેના ખિસ્સા તપાસતાં લાઇસન્સના આધારે તેનું નામ કે. ઇમનુલ હોવાનું
જણાયું હતું.

માધાપરમાં કિશોરને બાઇકે ઠોકર મારી
માધાપરમાં રવિવારે બપોરે મમ્મીની આંગળી પકડીને પટેલ સમાજની વાડીએ જમણવારમાં જતા ચાર વર્ષીય તીર્થ ભાવેશ વાળંદને બાઇકચાલકે ઠોકર મારી હતી.