• Gujarati News
  • The Court Granted Bail After Prosecution Of The Seven Accused In The Case Of Large Virani

મોટી વિરાણી કેસમાં સાત આરોપીના જામીન માંડવી કોર્ટે મંજૂર કર્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મારામારી અને ગાળાગાળીના સામાન્ય ગુનેગાર માટે બે પી.આઇ., ચાર પીએસઆઇ અને પચ્ચાસ પોલીસનો કાફલો હાજર રખાયો

અબડાસા વિધાનસભાની ચૂંટણી પ્રચારની સભામાં વિરાણી ગામમાં પથ્થરમારો અને ગાળાગાળીના ગુનામાં નખત્રાણા પોલીસ દ્વારા રાજકીય આગેવાન સહિ‌ત સાત આરોપીની અટકાયત કરી હતી, જેને શનિવારના ર્કોટમાં રજૂ કરાતાં માંડવી ર્કોટે સાતેય આરોપીના જામીન મંજૂર કર્યા હતા. સાત આરોપીને નખત્રાણાની માંડવી ર્કોટમાં લઇ આવ્યા, ત્યારે પટાંગણમાં બે પીઆઇ, ચાર પીએસઆઇ અને પચ્ચાસ જેટલો પોલીસ સ્ટાફ હાજર રખાયો હતો.

બહુચર્ચિ‌ત વિરાણી સભામાં થયેલાં તોફાન બાબતે રાજકીય કિન્નાખોરી રાખીને સાત આરોપી સામે ફરિયાદ કરાતાં તે સમયના કસના આરોપીને બે દિવસ પહેલાં અટક કરાતાં રાજપૂત ક્ષત્રિય સમાજ અને રાજકારણમાં ગરમાવો આવી જતાં સામાન્ય ગુનાના આરોપીના રક્ષણ માટે મસમોટો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. બપોરે માંડવી ર્કોટમાં હાજર થયેલા આરોપી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, તથા અન્યોમાં પીયૂષ પટેલ, હીરાલાલ પટેલ, પ્રભાતસિંહ, નકુલસિંહ જાડેજાના રિમાન્ડની માગણી કરાઇ હતી, પરંતુ ધારદાર દલીલના અંતે માંડવી ર્કોટે તમામે તમામ સાત આરોપીના જામીન મંજૂર કર્યા હતા.

રાજકીય સ્વરૂપ લીધેલી ઘટનામાં એસઓજીના પીઆઇ માંડવીના પીઆઇ, કટારિયાના પીએસઆઇ માંડવીના બે પીએસઆઇ, પચ્ચાસ જેટલા પોલીસ કર્મી‍ઓની સાથે દસ ક્યુઆરીના કમાન્ડો તહેનાત
કરાયા હતા.

રાજપૂત સમાજની કિન્નાખોરીનો આક્ષેપ
ક્ષત્રિય આગેવાન પ્રદ્યુમ્નસિંહ જાડેજાની ધરપકડના વિરોધમાં નખત્રાણા પોલીસમથકે રાજપૂત ક્ષત્રિય સમાજ, ટ્રક ટ્રાન્સપોર્ટ એન્ડ એસો. ના અગ્રણીઓએ એકઠા થઇને રાજકીય કિન્નાખોરીથી કાર્યવાહી કરવામાં આવી હોવાનો તેવો સૂર વ્યકત કર્યો હતો. મહેશોજી સોઢા, અનુભા જાડેજા હાજર રહ્યા હતા.