તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજારમાં શિક્ષકોને ઓચિંતા છૂટા કરવાનો મામલો ગરમાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોંગ્રેસે પાલિકા તથા નાયબ કલેક્ટર સમક્ષ કરી આક્રમક રજૂઆત

સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલમાં ધો.૧૧ તથા ૧૨ સામાન્ય પ્રવાહના ત્રણ શિક્ષકને એકાએક છૂટા કરવામાં આવતાં ૧પ૦ વિદ્યાર્થીના અભ્યાસને અસર થતાં મામલો ગરમાયો હતો. આ મુદ્દે કોંગ્રેસના આગેવાનોએ વિવિધસ્તરે આક્રોશભરી રજૂઆત કરી છે. પાલિકા વિપક્ષના નેતા ધનજી સોરઠિયા, કોંગ્રેસ પ્રમુખ અરજણ ખાટરિયા, શહેર પ્રમુખ વિનોદ ઠક્કરની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે શિક્ષકોને છૂટા કરવાના મુદ્દે પાલિકા પ્રમુખ સિંધવને મળ્યા હતા કયા કારણોસર છૂટા કર્યા છે તે જણાવવા માંગ કરી હતી, આ મુદ્દે પ્રમુખે સંતોષકારક જવાબ ન આપતાં મામલો ઉગ્ર બન્યો હતો બોલાચાલી થવા પામી હતી.

એકાએક થયેલી આ છટણી કોના ઇશારે અને કોનું હિ‌ત સાચવવા કરાઇ છે તેવા આક્ષેપો થયા હતા ધનજીભાઇએ જણાવ્યું હતું કે, આવી બદલીઓ થતી હોય છે, તે વેકેશનમાં કરવાની સાથે તેના નિયમો પ્રમાણે કરવી જોઇએ, નહીં કે શાસકોની મરજી પ્રમાણે. આગેવાનો નાયબ કલેક્ટર રાકેશ વ્યાસને મળ્યા હતા. રજૂઆત કરતાં તેમણે શિક્ષકોને કયા કારણોસર છૂટા કર્યા તે જાણવા જે-તે વિભાગને સૂચના આપી હતી.

- અગાઉ છૂટા કરાયેલા

અંજાર પાલિકાના પ્રમુખ તરીકે કલ્પનાબેન શાહ હતા, ત્યારે તા.૩૦/૪ના એક શિક્ષકને છૂટા કર્યા હતા, તે આજ દિવસ સુધી ફરજ ઉપર ચાલુ હતા તેવું અરજણ ખાટરિયાએ જણાવતાં પ્રમુખે તપાસ કરાશે તેવો જવાબ અપાયો હતો.

- નવી ભરતીમાં શું ભાવ નક્કી છે ?

કોંગ્રેસના અગ્રણીએ નવી ભરતીમાં શું ભાવ નક્કી કર્યા છે તે અંગે પૂછતાં પ્રમુખ દ્વારા પણ કહી દેવામાં આવેલું કે, એ ભાવો કાલ નક્કી થશે.