તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Tata Power In The 100 NGOs Criticized The World Bank

ટાટા પાવરના મામલે ૧૦૦એનજીઓએ વિશ્વબેંકને વખોડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ટાટા પાવરના મામલે ૧૦૦એનજીઓએ વિશ્વબેંકને વખોડી
-આઇએફસી આ પ્રોજેક્ટમાંથી ખસી જાય એવી માગણી કરતો પત્ર લખ્યો
ટાટા ગ્રૂપના મુન્દ્રા પાવર પ્રોજેક્ટ પરના ઓડિટ રિપોર્ટ પર વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ ડો. જિમ કિમ દ્વારા સેવવામાં આવેલી ચૂપકિદી વિશે ૧૦૦થી વધારે ગણમાન્ય બિન સરકારી સંગઠને ખેદ વ્યક્ત કર્યો હતો અને તેને વખોડી કાઢીને માગણી કરી હતી કે, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ર્કોપોરેશન (આઇએફસી) આ પ્રોજેક્ટમાંથી દૂર ખસી જાય.
પ્રેસિડેન્ટને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ટાટા મુન્દ્રા પ્રોજેક્ટ પર સીએઓ ઓડિટ રિપોર્ટ વિશે આઇએફસીના મેનેજમેન્ટે જે પ્રતિભાવ આપ્યો છે, તેને તમારા સમર્થનથી ભારતમાં જન આંદોલનકર્તાઓ અને તેમના સાથીદારોને ખેદ થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, સીએઓનું જે તારણ છે, તે આ પ્રોજેક્ટમાંથી આઇએફસીએ ખસી જવાથી જરા પણ ઓછું ગણી શકાય એમ નથી.
સ્થાનિક સંગઠન, માછીમાર અધિકારી સંઘર્ષ સંગઠન (માસ)ના ટેકામાં આ પત્ર લખવામાં આવ્યો હતો, તેના પર નેશનલ એલાયન્સ ઓફ પિપલ્સ મૂવમેન્ટ, નર્મદા બચાવો આંદોલન, મઝદૂર કિસાન શક્તિ સંગઠન, ઓલ ઇન્ડિયા યુનિયન ઓફ ફોરેસ્ટ વર્કિંગ પીપલ, ઇન્ડિયા ક્લાઇમેટ જસ્ટીસ, નેશનલ ફિશ વર્કર્સ ફોરમ, ઓલ ઈન્ડિયા ફોરમ ઓફ ફોરેસ્ટ મૂવમેન્ટ અને અન્યોએ સહી કરી હતી.
પ્રેસિડેન્ટની ચૂપકિદીની ગંભીર નોંધ લેતાં આ સંગઠનોએ જણાવ્યું હતું કે, સીએઓએ જે તારણો રજૂ કર્યાં છે, તેના પ્રતિ આંખો બંધ કરી લેવાના તમારા નિર્ણયથી તમે પણ માનવાધિકારના ભંગ, વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ વગેરેમાં
સામેલ ગણાશો.