ગર્ભવતી મહિલાને શંકાસ્પદ સ્વાઇન ફ્લુ : દોડધામ

Swine flus suspects found pregnant women
Bhaskar News

Bhaskar News

Sep 20, 2010, 03:26 AM IST
pregnant womenવર્માનગર પાનધ્રોની ગર્ભવતી મહિલાને સ્વાઇનફ્લુના શંકાસ્પદ લક્ષણો દેખાતાં તંત્ર દોડધામમાં મુકાઇ ગયું છે. તેના સંતાનને કોઇ અસર ન થાય તે માટે દવા શરૂ કરી દેવામાં આવી છે. કચ્છમાં વરસાદ બંધ થતાં જ સ્વાઇન ફ્લુનો રોગચાળો ફરીથી માથું ઉંચકી રહ્યો હોય તેમ દરરોજ એક નવો કેસ બહાર આવી રહ્યો છે. છેલ્લા એક મહિનાના ગાળામાં ભુજની જી.કે.જનરલ હોસ્પિટલના સ્વાઇન ફ્લુ વોર્ડમાં સ્વાઇન ફ્લુના ૮ પોઝિટિવ અને ૬ નેગેટિવ કેસો નોંધાઇ ચૂક્યા છે. તેમાંથી એક યુવાનનું મૃત્યુ થયું હતું. આ સ્થિતિ વચ્ચે રવિવારે વર્માનગર પાનધ્રોની ૭ માસનો ગર્ભ ધરાવતી ૨૩ વર્ષીય મહિલાને સારવાર માટે દાખલ કારઇ હતી. જેનામાં સ્વાઇન ફ્લુના લક્ષણો દેખાયા છે. જેનું સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાયું છે અને સંભવત: આજે રિપોર્ટ આવે તેવી શક્યતા છે.કોઇ ગર્ભવતીને સ્વાઇન ફ્લુ હોય તેવો કચ્છનો આ પ્રથમ બનાવ છે. તેના અવતરનારા સંતાનને તેનાથી કોઇ અસર ન થાય તે માટે તાત્કાલિક ધોરણે દવાનો કોર્સ શરૂ કરી દેવાયો છે અને તેણીના સંપર્કમાં આવી હોય તેવી તમામ વ્યક્તિઓને પણ અલગ તારવીને આ દવા શરૂ કરાઇ છે તેમ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી બી.એલ.ડાભીએ જણાવ્યું હતું. સ્વાઇન ફ્લુ મુખ્યત્વે હવામાં રહેલા વાયરસ દ્વારા ફેલાતો હોય છે અને કોઇપણ વ્યક્તિને ચેપ લાગ્યા બાદ સાત દિવસ પછી પણ રોગના લક્ષણો દેખાઇ શકે ત્યાં સુધી તે વ્યક્તિ જેના પણ સંપર્કમાં આવે તેને પણ ચેપ લાગવાની પૂરી શક્યતા રહે છે. આ સ્થિતિ વચ્ચે કચ્છમાં રોગચાળો માથું ઉંચકી રહ્યો છે તે ગંભીર બાબત ગણાવી શકાય, જ્યાં સુધી એક વ્યક્તિને પણ સ્વાઇન-ફ્લુ હોય તો તેના દ્વારા બીજાને ચેપ લાગ્યો હોવાની પૂરી શક્યતા રહે છે તેમ આરોગ્યના સૂત્રોએ કહ્યું હતું.
X
Swine flus suspects found pregnant women
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી