તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'પોલીસ મારું નહીં બગાડી શકે, હું પોલીસવાળો છું’, મહિલાને ધમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ મહિ‌લાને આપી ધમકી
- આદિપુરની મહિ‌લાના પતિએ પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેનો ખાર રાખી આચરેલું કૃત્ય
આદિપુરના ર્વોડ ૪માં રહેતી મહિ‌લાના પતિએ થોડા સમય પૂર્વે એક પોલીસ કર્મચારી વિરુદ્ધ કોઇ ફરિયાદ નોંધાવી હતી, જેનો ખાર રાખી સસ્પેન્ડેડ પોલીસ કર્મીએ બે દિવસ પૂર્વે મહિ‌લાને ફોન કરી ફરિયાદ પાછીં ખેંચી લો તેવી ધમકી આપી હતી. સાથોસાથ આ બાબતે પોલીસને કોઇ જાણ ન કરવી અને કરીશ તો પણ પોલીસ મારું કંઇ નહીં બગાડી શકે, હું પોતે જ એક પોલીસવાળો છું તેવી પણ ચીમકી આપતાં મહિ‌લાએ આદિપુરમાં ફરિયાદ નોંધાવી છે.
સૂત્રોમાંથી મળતી માહિ‌તી અનુસાર, ત્રણ-ચાર માસ પૂર્વે સામખિયાળીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિલીપસિંહ અર્જુનસિંહ બારિયાએ ગામમાં મારામારી કરતાં પોલીસે નિયમ મુજબ તેની સામે ગુનો નોંધ્યો હતો. આ સમયે પીધેલી હાલતમાં જોવા મળતાં વધુ પાછળથી નશો કરવાની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની રાપર ખાતે બદલી કરી તત્કાલીન એસપીએ ફરજમોકૂફ કરી દીધો હતો.
આ પોલીસ કર્મચારી સામે આદિપુરના મહેન્દ્ર યાદવ નામના શખ્સે પણ ફરિયાદ કરી હોવાનો ખાર રાખી ગત તા. ૨૩ના બપોરના સમયે સસ્પેન્ડેડ પોલીસ કર્મીએ મહેન્દ્રના પત્ની રોશનીબેન પર ફોન કર્યો હતો અને ફરિયાદ પાછી ખેંચી લો, જો આ બાબતે પોલીસને જાણ કરશો તો પણ પોલીસ મારું કંઇ નહીં બગાડી શકે તેવી ધમકી આપી ફોન કટ કરી નાખ્યો હતો. પોલીસે મહિ‌લાની ફરિયાદને આધારે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો