સૂરખાબ માટે ખડીરનું રણ હવે "સુરક્ષિત'

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સંગ્રહિત તસવીર)
- સૂરખાબ માટે ખડીરનું રણ હવે "સુરક્ષિત'
- ઓવરહેડ ટ્રાન્સમિશન પોલ હટાવી લેવાયા


ખડીર : કચ્છના સંવેદનશીલ બેટ અને સૂરખાબ માટે પોતીકા ઘર સમા ખડીરના અમરાપરના રણમાં નવેમ્બર 2011માં વીજપોલના કારણે બનેલી અનેક સૂરખાબનાં મોતની ઘટનાને પગલે જે-તે સમયે કચ્છના પક્ષી જગત અને વન વિભાગ સહિત વીજ તંત્રમાં હોબાળો મચી ગયો હતો, પણ સુખદ વાત એ છે કે, હવે અમરાપરના રણમાં સૂરખાબનું વીજશોકથી મોત તો દૂર રહ્યું, પણ રણમાં વીજપોલમાં અથડાવવાથી ઇજા પણ નહીં થાય. કારણ કે, ગત અઠવાડિયે જ ગેટકો જ દ્વારા આ વિસ્તારમાં ઊભેલા તમામ પોલને જડમૂળથી હટાવવામાં આવ્યા છે અને અહીં અન્ડરગ્રાઉન્ડ 66 કિલોવોટની લાઇન કાર્યરત થઇ ગઇ છે.

દર વર્ષે પ્રજનન માટે કચ્છમાં ઉતરતા ફ્લેમિંગો માટે અમરાપર સ્વર્ગ છે, પણ એ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલાં વીજશોક કે વીજપોલમાં અથડાવવાથી મોટી સંખ્યામાં સૂરખાબ મોતને ભેટતાં તે વિસ્તાર નર્કાગાર બન્યો હતો. કારણ હતું બાલાસર અમરાપર વચ્ચે પસાર થતી 66 કે.વી. ટ્રાન્સમિશન લાઇન. આ બનાવ બાદ ગેટકો દ્વારા અહીં અન્ડરગ્રાઉન્ડ લાઇન પાથરી નખાઇ છે. જોકે, ઘટના બાદ હાલ સુધી તૂટેલા અને વાંકા વળેલા 66 કે.વી. લાઇનના વીજપોલ ત્યાં પડયા જ હતા, જેથી હજારોની સંખ્યામાં અહીં આવતા સૂરખાબને રણમાં ઉતરતી વખતે ઇજા થવાના કેટલાય બનાવો નોંધાયા છે.
ત્યારે ગેટકો દ્વારા આ તમામ નડતર રૂપ વીજ પોલ હટાવી રણને એકદમ ચોખ્ખું કરી દેવાતાં આગામી દિવસોમાં અહીં આવતાં વાઈલ્ડલાઇફ ફોટોગ્રાફરો અને પક્ષી નિરીક્ષકો માટે દૃશ્ય રળિયામણું બનશે, તો સૂરખાબ માટે રણ ખુલ્લું અને સુરક્ષિત બન્યું છે અને તમામ વીજપોલ હટી ગયા છે, તેવું ગેટકોના કચ્છના વડા એચ.પી. ચૌહાણે કહ્યું હતું.
વાંચો આગળ, 12 કરોડનાં ખર્ચે વીજલાઇન પાથરવામાં આવી, સુરખાબોની તસવીરોનો યુગ બદલાશે ...