ગરમીથી બચવા હોટ સમરની કૂલ, ટ્રેન્ડી એસેસરીઝનો ક્રેઝ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છભરમાં ગરમીથી બચવા’ ૭૦ના દાયકાના ગોગલ્સ યંગસ્ટર્સમાં હોટ ફેવરીટ બન્યાં

સમરમાં ડ્રેસીસ ભલે સાદા હોય, પણ એસેસરીઝ થોડી ટ્રેન્ડી હોય, તો તમારા લૂકને ચાર ચાંદ લાગી જાય છે. બજારમાં સમરને લઇને લાઇફ સ્ટાઇલ શોપ્સમાં એસેસરીઝ લોન્ચ કરવામાં આવી છે.

સમર એસેસરીઝની વાત કરીએ, તો ગરમીમાં, તાપમાં અને ધૂળના કારણે ગોગલ્સ તેમજ હેટની ડિમાન્ડ ઘણી વધી છે. એટ્રેક્ટિવ લૂક્સ ધરાવતી હેટ અને ગોગલ્સ તમારા વાળ, આંખને પ્રોટેક્ટ કરે છે. આ ઉપરાંત આનાથી તમારી પર્સનાલિટી પણ ઘણી રિફલેક્ટ થશે. સમર સીઝનને ધ્યાનમાં રાખીને ગોગલ્સ અને હેટની સ્પેશિયલ સિરીઝ પણ લોન્ચ કરવામાં આવી છે. સ્ટાઇલીશ અને વિવિધ પ્રકારના બ્રાન્ડેડ ગોગલ્સ તેમજ હેટ્સની રેન્જ ૧પ૦૦થી લઇને ૧૨ હજારથી સુધીમાં ઉપલબ્ધ છે. આ સીઝનમાં યૂથ ૭૦ના દાયકાની ડિઝાઇનવાળાં ગોગલ્સ વધુ પસંદ કરી રહ્યા છે. શહેરના યંગસ્ટર્સે પણ એસેસરીઝનો આશરો લઇ સમરથી બચવા સાથે સ્ટાઇલ મેનેજમેન્ટ કરી લીધું છે.

ટ્રાઇબલ ફોર્મ જ્વેલરી

આ સીઝનમાં ક્રિસ્ટલ વધુ પસંદ થઇ રહી છે. પર્લ, મેટ ફિનિશિંગ, બ્રાઇટ કલર લોકો પસંદ કરી રહ્યા છે. નેકલેસમાં મેટની, લેયર્સ, બિટ્સ સિવાય વેસ્ટર્ન લૂક માટે ટ્રાઇબલ ફોર્મવાળી જ્વેલરી ડિમાન્ડમાં છે. યંગસ્ટર્સમાં તેનું આકર્ષણ છે.

સમરમાં ઇન ડિમાન્ડ એસેસરીઝ

બોન્ઝર સ્ટાઇલની મુસ્તાચીસ, ફ્લોરલ ક્લિપ, સ્ટેચ બેલ્ટ, ફ્લોરલ કફ, ચાર્મ બ્રેસલેટ હાલે ટ્રેન્ડમાં છે. સમરને ધ્યાનમાં રાખીને ફ્લોરલ બ્રાઇટ કલર્સ, નિયોન, હોટ પિંક, પેરટ ગ્રીન, કોરલ, પેસ્ટલ કલર્સ, સી ગ્રીન, લેમન યલો, પીચ જેવા કલર્સની એસેસરીઝ લોન્ચ કરવામાં આવી છે અને લોકો આને પ્રિફર પણ કરી રહ્યા છે. આ સિવાય ફંકી મોટીફ અને હેટનું કલેક્શન લોકો પસંદ કરી રહ્યા છે.


કેટલી કિંમત?
નેકલેસ - ૨૦૦થી ૨૦૦૦
ઇયરિંગ - ૩પથી ૨પ૦૦
હેટ - પ૦૦થી ૧પ૦૦
હેર પિન - ૧પ૦થી ૧૦૦૦

પર્લ, વૂડનનો ટ્રેન્ડ

હોટ સમરમાં યંગસ્ટર્સમાં ઘણી બધી વેરાયટી ટ્રેન્ડમાં જોવા મળે છે, જેમાં ફેધર, વેસ્ટર્ન લૂક, વુડનવાળી એસેસરીઝ હાલ વધુ ચલણમાં જોવા મળી રહી છે. સમરને ધ્યાનમાં રાખીને ડેલિકેટ એક્સેસરીઝ લોકો વધુ પસંદ કરી રહ્યા છે, જે પહેરવામાં પણ ઘણી હળવી હોવાથી ભાર નથી અનુભવાતો.