તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેન્ડબોલમાં ભુજની છાત્રાઓ રાષ્ટ્રીયકક્ષાએ રમશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- માતૃછાયા કન્યા વિદ્યાલયની રાજ્યકક્ષાએ સિદ્ધિ

ભુજની માતૃછાયા સ્કૂલ હેન્ડબોલમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.ગુજરાત સરકારની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા અમરેલી મુકામે રાજ્યકક્ષાની અંડર-૧૪ બાળ હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં સેમી ફાઇનલમાં મહેસાણા તથા ફાઇનલમાં સુરત સામે ૧૦-૩થી વિજેતા થઇ હતી.

ચાર વિદ્યાર્થિ‌ની પટેલ મહિ‌મા મનીષભાઇ, ગોસ્વામી દેવાંશી, ડાભી હેત્વી વિનોદભાઇ તથા રૂપાલિયા ભક્તિ અરવિંદભાઇની રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઇ છે. જંગમ રિયા મનીષભાઇ, શાહ મોક્ષા, વાઘજિયાણી સંગીતાએ પણ સુંદર પ્રદર્શન કર્યું હતું. પંકજબેન રામાણીએ નીલાબેન વર્મા યોગેશભાઇ શાહ, નલીનીબેન શાહ, મધુભાઇએ શુભેચ્છા આપી હતી.