કચ્છના મઢમાં ઘટસ્થાપન સાથે નવરાત્રિનો થશે પ્રારંભ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ ધરાની કુળદેવી મા આશાપુરા માતાજીના પ્રસિદ્ધ સ્થાનક માતાના મઢ ખાતે આગામી તા. ૧પ/૧૦ના ઘટસ્થાપન સાથે અશ્વિન નવરાત્રિ પર્વ પ્રારંભ થશે, જેની તા. ૨૨/૧૦ના જાતર પતરી ચડાવવાની વિધિ સાથે આ મહોત્સવની પૂર્ણાહુતિ કરાશે. માતાના મઢ ખાતે આદ્યશિકતની ઉજવણીના પર્વ અશ્વિન નવરાત્રિનો પ્રારંભ તા. ૧પ/૧૦ના સોમવારે રાત્રે ૮:૩૦ કલાકે ઘટસ્થાપનની વિધિ સાથે થશે. તા. ૧૬/૧૦ના મંગળવારથી આસો નવરાત્રિનો પ્રારંભ થશે, જ્યારે આ પર્વના સમાપન પ્રસંગે હોમાદિક ક્રિયાવિધિ આસો-સુદ સાતમ, તા. ૨૧/૧૦ના રવિવારે રાત્રે ૮:૩૦ કલાકે પ્રારંભ થઇ રાત્રે ૧૨:૩૦ કલાકે માતાના મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે શ્રીફળ હોમ સાથે હવનની પૂર્ણાહુતિ થશે, તેના બીજા દિવસે તા. ૨૨/૧૦ના આસોસુદ-આઠમના સવારે પ્રાગમલજી ત્રીજા અને રાજકુટુંબના સભ્યો તથા ભાવિકો તરફથી 'મા’ ને જાતર ચડાવવાની વિધિ સાથે પતરી મેળવી માતાજીના આર્શીવાદ મેળવશે, તો બીજીતરફ દેશદેવી મા આશાપુરાના પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે નવરાત્રિ પૂર્વે જ ત્રણ-ચાર દિવસ અગાઉથી શ્રાદ્ધપક્ષમાં જ હજારોની સંખ્યામાં ભાવિકોની દર્શન કરવા માટે તેમજ માના આર્શીવાદ લેવા માટે આવવાની શરૂઆત થઇ જાય છે. નવરાત્રિમાં ભાવિકો પદયાત્રા, સાઇકલ તેમજ વાહનો દ્વારા અહીં આવે છે. મઢ જાગીરના ટ્રસ્ટી ખેંગારજી જાડેજાએ જણાવ્યું હતું કે, આગામી નવરાત્રિની પૂર્વ તૈયારીઓની શરૂઆત કરી દેવાઇ છે. અહીં આવનારા યાત્રિકોનો પ્રવાહ નવરાત્રિના પ્રારંભ પૂર્વે શ્રાદ્ધપક્ષમાં જ શરૂ થઇ જતો હોય છે, તેને લઇને ગત વર્ષે સર્જા‍યેલી અનેક મુશ્કેલીઓને કારણે આ વર્ષે ચાર દિવસ પૂર્વે તા. ૧૧/૧૦ના તૈયારીનું કાર્ય પૂર્ણ કરી દેવાશે. તે સાથે તેમણે ઉર્મેયું હતું કે, મા. મઢ ખાતે માતાજીના ભાવિકો 'નવરાત્રિ’ને અનુલક્ષીને જ દર્શન કરવા માટે આવતા ભાવિકો મોટી સંખ્યામાં શ્રાદ્ધપક્ષના પાછલા દિવસોમાં આવે છે, તેથી માતાજીના નવરાત્રિ પર્વના દર્શનનો લ્હાવો અનેરો હોય છે, તેથી તો આ દિવસો દરમિયાન આવે તો વધુ ઉચિત ગણાવ્યું હતું. - વ્યવસ્થાની આગોતરી તૈયારીઓ શરૂ માતાના મઢ ખાતે ગત વર્ષે સર્જા‍યેલા કાદવ-કીચડના માહોલને લઇને આ વર્ષે પડેલા પાછોતરા વરસાદથી અહીં ગત વર્ષ જેવું પુનરાવર્તન ન થાય તે માટે પણ આગોતરી તૈયારી કરી માતાના મઢને સાફ સુથરું રાખવાની માંગ યાત્રિકો દ્વારા કરવામાં આવી છે. તેવી જ રીતે ગત વર્ષે અહીં નવરાત્રિના એક દિવસ પૂર્વે વીજ પુરવઠો તેમજ કાયદો-વ્યવસ્થાને લગતી શરૂઆત થઇ હતી૪ તેને બદલે આ વખતે થોડા દિવસ અગાઉથી જ એસટી બસ સહિ‌તની વ્યવસ્થા ગોઠવાય એવું પણ ભાવિકો ઇચ્છી રહ્યા છે.