તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જો મહિ‌લાઓ જાગૃત હશે તો જ સમાજ પ્રભાવક બનશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- માંડવીમાં તેરાપંથ જૈનસંઘ મહિ‌લા મંડળ દ્વારા મલયપ્રજ્ઞાજીનું પ્રવચન યોજાયું

જે સમાજમાં સ્ત્રીઓ જાગૃત પ્રહરીની ભૂમિકા ભજવતી હોય તે હંમેશાં પ્રભાવક જ હોય છે. માંડવી ખાતે યોજાયેલાં પ્રવચનમાં જૈન સાધ્વીએ પ્રવચનમાં આ પ્રમાણે જણાવ્યું હતું. ચેમ્બર હોલમાં યોજાયેલાં પ્રવચન દરમિયાન સમણી મલયપ્રજ્ઞાજીએ હિ‌ન્દીમાં બોલતાં જણાવ્યું કે, મહિ‌લાઓ બહારથી અને અંદરથી સુંદર કેમ બને એ આજના સમયની માંગ છે. એમ.એ.ની ડિગ્રી સહિ‌ત પ્રાકૃતના અભ્યાસી સમણીજીએ જણાવ્યું કે, સમાજ પરિવાર રાષ્ટ્રની ધરી છે મહિ‌લા, જે સમાજની મહિ‌લા જાગૃત છે તે સમાજ પ્રભાવશાળી બને છે. ભાગ્ય સમારવાનું, સંસ્કાર સુધારવાનું બાળકોને વિભૂષિત કરવાનું એ તમામ સંસ્કારોના ઘરેણા છે તેમજ સંસ્કૃતિ સુરક્ષા જરૂરી છે.

સંસ્કારોની જાગૃતિ, સમાજમાં ચોક્કસ દિશાનો નિરધાર જરૂરી છે. પ‌શ્ચિ‌મ સંસ્કૃતિનું આક્રમણ આપણે બાળવું જ રહયું. હવે મહિ‌લાઓ પોતાના વિચારોમાં પરિવર્તન લાવે તે જરૂરી છે. પ્રારંભે સંચિતાપ્રજ્ઞા, સમણી જિજ્ઞાસાપ્રજ્ઞા, સમણી શાંતિપ્રજ્ઞાએ સમૂહમાં પ્રાર્થના રજૂ કરી હતી. પ્રવીણા સંઘવી, ચંદ્રિકા દોશી, રેખાબેન દોશી, પ્રતિમા દોશી, પ્રભાબેન ગાંધી, મીનાબેન ગાંધી, ઉષાબેન શેઠ, રીનાબેન દોશી, વર્ષાબેન બાબરિયા, હિ‌નાબેન સંઘવી, ચંદ્રિકાબેન શાહ સહિ‌ત બહેનો મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં.