લોકહિ‌તલક્ષી પ્રયાસ : ભુજની દરેક રિક્ષાને અપાશે 'સ્પેશિયલ નંબર’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પ‌શ્ચિ‌મ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા લોકહિ‌તલક્ષી પ્રયાસ : રાજ્યમાં આવી કામગીરીમાં ભુજ બીજું શહેર
- એક મહિ‌નામાં અંદાજે બે હજાર રિક્ષાને આવરી લેવાશે : જિલ્લા ટ્રાફિક પીએસઆઇ

ભુજનો વિસ્તાર વધતો ગયો તેમ રિક્ષાની સંખ્યા પણ બે હજારને આંબી ગઇ છે, ત્યારે ટ્રાફિક પોલીસ માટે રિક્ષાચાલકનું આઇડેન્ટીફિકેશન કરવું મુશ્કેલ બન્યું છે, ત્યારે પ‌શ્ચિ‌મ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખાએ ભુજમાં રિક્ષાને 'સ્પેશિયલ નંબર’ આપવાનું નક્કી કરતાં કોઇ આકસ્મિક ઘટના બને તો આસાનીથી પોલીસ મદદરૂપ થઇ શકશે. ભુજ સ્થિત જિલ્લા ટ્રાફિક શાખામાં મંગળવારથી રિક્ષાને ખાસ નંબર લખાવવાનું શરૂ કરવામાં આવ્યું, ત્યારે પત્રકારોને માહિ‌તી આપતાં ટ્રાફિક પીએસઆઇ વી.કે. ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાલનપુર બાદ કચ્છ બીજો જિલ્લો છે, જ્યાં ભુજમાં આ વ્યવસ્થા ગોઠવાઇ રહી છે.

આ વ્યવસ્થામાં ભુજ અને આસપાસની દરેક રિક્ષાને ૦૧થી નંબર અપાય છે તથા આ નંબરની રિક્ષાની દરેક વિગત ટ્રાફિકશાખાની કમ્પ્યૂટર સિસ્ટમમાં સંગ્રહાશે, જેથી જો કોઇ રિક્ષાચાલક દ્વારા કોઇ અનિચ્છનીય પ્રયાસ થાય તો નવ ઇંચ જેટલા મોટા રેડિયમમાં અંકિત નંબર તરત દેખાઇ જશે, જેથી પોલીસને માત્ર એક નંબર આપતાં જ તે રિક્ષાચાલકનો સંપર્ક થઇ શકે અથવા કોઇ રિક્ષામાં સામાન ભૂલાઇ જાય તો પણ પેસેન્જર બે કે ચાર આંકડાના નંબર યાદ સહેલાઇથી રાખી શકે અને શોધી શકે. ક્યારેક રિક્ષાચાલક કોઇ ઘટના સમયે હાજર હોય તો પણ ના પાડે છે, આ નંબર લાગ્યા બાદ છટકી નહીં શકે. પ‌શ્ચિ‌મ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા લાગુ પાડવામાં આવેલી આ પદ્ધતિથી સંગ્રહિ‌ત ડેટા પોલીસ વિભાગની અન્ય શાખાઓમાં આપવામાં આવશે, જેથી અન્ય બ્રાન્ચને પણ પૂરક માહિ‌તી મેળવવા મદદરૂપ બનશે.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...