સધર્ન કમાન્ડના લેફ્ટેનેન્ટ જનરલ કચ્છની મુલાકાતે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છ-ગુજરાત સહિત ભારતના ૪૦ ટકા વિસ્તારનો જેમાં સમાવેશ થાય છે, તેવી ભારતીય સેનાની સધર્ન કમાન્ડના આર્મી કમાન્ડર એવા લેફ્ટેનેન્ટ જનરલ અશોક સિંઘ સરહદી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગત ૧લી ફેબ્રુઆરીના રોજ પુને ખાતે આવેલા સધર્ન કમાન્ડના આર્મી કમાન્ડર તરીકે પદભાર સંભાળનારા લેફ્ટેનેન્ટ જનરલ અશોક સિંઘ આગામી દિવસોમાં કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, તેમની આ મુલાકાત
રૂટીન છે.

સધર્ન કમાન્ડના સર્વોચ્ચ અધિકારી તરીકે નિમણુંક થયા બાદ આ કમાન્ડ અંતર્ગત આવતા એરિયાની વિઝિટ લેવાના પ્રોગ્રામ હેઠળ તેઓ કચ્છ આવી રહ્યા છે. ૧૯૭૪ની સાત ગરૂડમાં કમિશન મેળવનારા એવા કમાન્ડર અશોક સિંઘ ભૂતકાળમાં પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે આવેલી ભારતીય હાઇ કમિશનર કચેરીમાં ડફિેન્સ અને મિલિટરી એડવાઇઝરી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

આ ઉપરાંત તેઓ મધ્યપ્રદેશ ખાતે આવેલી મઉની જૂનીયર કમાન્ડ વિંગ આર્મી વોર કોલેજના કમાન્ડર પણ રહી ચૂક્યા છે, તેઓ આગામી દિવસોમાં કચ્છની મુલાકાત દરમિયાન સરહદી વિસ્તારોની મુલાકાત લે તેવી પણ સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, સરહદી જિલ્લા કચ્છનું વ્યૂહાત્મક ર્દષ્ટીએ ખૂબ જ મહત્વ હોવાને કારણે સંરક્ષણની ત્રણેય પાંખના ઉચ્ચ અધિકારીઓ અવારનવાર અહીંની મુલાકાત લેતા રહ્યા છે.