આરટીઓમાં ૩પ હજાર સ્માર્ટકાર્ડનો ભરાવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-આરટીઓમાં ૩પ હજાર સ્માર્ટકાર્ડનો ભરાવો
-કચ્છમાં વર્ષે વર્ષે વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે
કચ્છમાં વર્ષે વર્ષે વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે, પણ તેની સામે લાઇસન્સ આપવાની કામગીરી અદ્ધરતાલ હોતાં વાહનધારકોની સમસ્યા વધી છે. હાલે ૩પ હજારથી વધુ સ્માર્ટકાર્ડનો ભરાવો થઇ જતાં રોષ ફેલાયો છે. સપ્ટેમ્બર માસથી કામગીરી ટલ્લે ચડતાં હજારો વાહનધારક લાઇસન્સ વગર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
કચ્છમાં તાજતેરમાં જ તહેવારોના દિવસોમાં બે હજારથી વધુ વાહન રોડ પર ઉતર્યાં છે. બીજીતરફ જૂના વાહનધારકોને સ્માર્ટકાર્ડ મળવા પામ્યાં નથી, જેના કારણે ત્રણ માસથી વધુ સમયથી ૩પ હજાર વાહનધારક સ્માર્ટકાર્ડ મેળવવાની રાહમાં ઊભા છે. ૩પ હજારથી વધુ સ્માર્ટકાર્ડનો ભરાવો થઇ ગયો છે. બીજીતરફ ઉચ્ચકક્ષાએથી જથ્થો અપાતો નથી તેવું રટણ ચાલે, ત્યારે એજન્સી સામે કોઇ ફરિયાદ કે પગલાં નથી લેવાતાં તેવો પ્રશ્ન પણ ઉઠયો છે. હાલે લાઇસન્સના અભાવે વાહનધારકો દંડનો ભોગ પણ બની રહ્યા છે તેમજ તેના વગર કેટલાય કામો લોકોના અટકેલાં પડયાં છે. ત્યારે સત્તાપક્ષ કે વિરોધપક્ષ દ્વારા પણ કેમ અવાજ ઉઠાવતા નથી.