મુન્દ્રા પોર્ટ પર મજૂરીએ જતી છ મહિલાનો અકસ્માત, એકનું મોત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રેઇલરે અડફેટે લેતાં છકડાચાલકને પણ ઇજા, રાપર નજીક ઘવાયેલા મોટરસાઇકલ સવારનું રાજકોટ ખાતે મોત, ભુજમાં બાઇક સ્લીપ થતા મહિલા પોલીસ કર્મચારી ઘાયલ મુન્દ્રામાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક પ્રૌઢ વયની મહિલાએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેની સાથેની અન્ય ચાર મહિલા ઘાયલ થઇ હતી. અકસ્માતમાં ભોગ બનેલી આ મહિલાઓ રવિવારે સવારે મુન્દ્રાના સુખપરવાસ ગામથી પેટિયું રળવા મજૂરીકામ માટે મુન્દ્રાના વેસ્ટ પોર્ટ તરફ છકડા રિક્ષામાં જતી હતી ત્યારે એક ટેઇલર ચાલકે છકડાને અડફેટે લીધો હતો. છકડા ચાલકને પણ ઇજા થઇ હતી. બીજી બાજુ રાપર નજીક પ્રાગપર ત્રણ રસ્તા પાસે અગાઉ અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, તો ભુજમાં બાઇક સ્લીપ થઇ જતા એક મહિલા પોલીસ કર્મચારીને ઇજા થઇ હતી. મુન્દ્રા પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, તા.૩ જૂન, રવિવારે મુન્દ્રાની વિલમાર કંપની પાસે રોડ પર બનેલા આ અકસ્માતમાં સુખપરવાસની ખતુબેન રમજુ જુણેજા(ઉ.વ.૫૫)નું મૃત્યુ થયું હતું. જ્યારે એ જ ગામની અમીનાબેન દાઉદ જુણેજા(ઉ.વ.૪૫), નસીમા મામદ સુમાર(ઉ.વ.૧૯), રૂકસાના ઇબ્રાહીમ જુણેજા(ઉ.વ.૧૯) અને આસબાઇ મામદ જુણેજા(ઉ.વ.૨૦)ને ઇજા થઇ હતી. છકડા જીજે ૧૨ ડબલ્યુ ૮૨૮૫ના ચાલક સુમાર લક્ષ્મણ સોધમ(ઉ.વ.૨૪)ને પણ ઇજાઇ થઇ હતી. તમામને પ્રાથમિક સારવાર મુન્દ્રામાં અપાઈ હતી. આ બનાવની તપાસ ચલાવતા એએસઆઇ નરેન્દ્રસિંહે જણાવ્યું કે, અકસ્માતમાં ભોગ બનેલી આ મહિલાઓ મુન્દ્રા પાસેના સુખપરવાસ ગામની છે અને તેઓ મજૂરી કામ માટે અદાણી વેસ્ટ પોર્ટ પર જતી હતી. નસીમા અને રૂકસાનાને ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે ભુજ રફિર કરવામાં આવી હતી. પોલીસે ટ્રેઇલર જીજે ૧૨ ઝેડ ૩૨૭ના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ેરાપર પોલીસે જણાવ્યું હતું કે, ગત તા. ૧૫/૫ના પ્રાગપર ત્રણ રસ્તા પાસે તાલુકાના કલ્યાણપર ગામના પ્રેમજી સવજી ચૌધરી (ઉ.વ.૬૫) પોતાની મોટરસાઇકલ વડે સવારે છ વાગ્યાના અરસામાં શાકભાજી લઇને ઘર પરત ફરી રહ્યા હતા ત્યારે જ અજાણ્યા ડમ્પરે તેઓને અડફેટે લીધા હતા. પ્રાથમિક સારવાર સ્થાનિકે અપાયા બાદ તેઓને વધુ સારવાર માટે રોજકોટ રફિર કરાયા હતા, જ્યાં શનિવારે સવારે તેઓનું મોત થયા બાદ રાપર પોલીસને જાણ કરાઇ હતી. ભુજ સીટી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, ભુજની ભાગોળે પાલારા તરફથી બાઇક હંકારીને આવતી ગીતાબેન જગદીશભાઇ મકવાણા ગુરુદ્વારા પાસે અકસ્માતે ઘવાઇ હતી. નલિયા પોલીસમાં ફરજ બજાવતી આ મહિલા શનિવારે સાંજે બાઇક સ્લીપ થતા પડી ગઇ હતી.