• Gujarati News
  • 27 Million KG Grass Imported Form Valsad In Kutch District During Shortage Time

ભુજ: અછતનું આગોતરું આયોજન, કચ્છમાં વલસાડથી 27 લાખ કિલો ઘાસ આવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
તંગીવાળા વિસ્તારમાં વિતરીત કરાય તેવી વકી
ભુજ: કચ્છમાં છેલ્લાં બે વર્ષથી ક્યાંક અપૂરતો તો ક્યાંક ઓછો વરસાદ થયો છે, ત્યારે અછત જેવી સ્થિતિ સર્જા‍ઇ છે, જેને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે વલસાડથી 27 લાખ કિલો ઘાસ ફાળવવાની જાહેરાત કરી છે.

જથ્થો લેવા માટે જિલ્લામાંથી બે નાયબ મામલતદાર વલસાડ પહોંચી ગયા છે. ટૂંક સમયમાં જરૂરિયાતવાળા વિસ્તારોમાં તેની ફાળવણી પણ કરાશે. અંગે મળતી માહિ‌તી મુજબ, તાજેતરમાં રાજ્યમંત્રી સહિ‌તના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને કચ્છમાં જે રીતની સ્થિતિ છે, તેનાથી વાકેફ પણ કર્યા હતા, જેના લીધે આનંદીબેને અંગત રસ લઇને વલસાડથી ઘાસનો મબલખ જથ્થો કચ્છ આપવા સંબંધિતોને કહ્યું હતું. ગાંધીનગરથી આવેલા લેખિત આદેશને પગલે કલેક્ટર મહેન્દ્ર પટેલે બે અધિકારીને તત્કાલ વલસાડ જવા કહ્યું હતું.

અછત શાખાના નાયબ મામલતદાર પરમારે કહ્યું કે, વખતે ઘાસચારાની અછત તો છે તે સાથે ડેમોમાં પણ પાણી ઘટવા લાગ્યાં છે, ત્યારે નર્મદા પર આધારિત રહેવું પડે તેવી સ્થિતિ નિ‌ર્માણ પામી છે.

હજુ વધારે ઘાસ મળશે

કચ્છમાં અબડાસા, લખપત, નખત્રાણા, રાપર તાલુકાઓ ઉપરાંત બન્ની-પચ્છમ વિસ્તારમાં પશુઓ માટે હજુ વધારે ઘાસચારો મળશે તેવી હૈયાધારણ વહીવટી તંત્ર તરફથી અપાઇ છે.