તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં મહાદેવની શાહીયાત્રા, ઉમટી પડ્યા શિવભક્તો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 'શહેર’ મેં જોગી આયા રે...
- મહાદેવની શાહી યાત્રામાં ૧પ હજારથી વધુ લોકો જોડાયા
મહાશિવરાત્રિ નિમિત્તે ભુજમાં સમસ્ત હિ‌ન્દુ સમાજ દ્વારા નીકળેલી વિશાળ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. ૧પથી પણ વધારે ટેબ્લોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. દેવોના દેવ મહાદેવની શાહી યાત્રામાં તમામ સમાજના લોકો પરંપરાગત પરિવેશમાં ઉપસ્થિત રહ્યા હતા. ભુજમાં અત્યાર સુધી ગોસ્વામી સમાજ દ્વારા પરંપરાગત રીતે રવાડી કાઢી મહાશિવરાત્રિની ઉજવણી કરાતી હતી, પણ આ વખતે તેમાં હિ‌ન્દુ સમાજની તમામ નાની-મોટી જ્ઞાતિ, ધર્મ સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થા તથા જીવદયાપ્રેમી લોકો જોડાયા હતા. ૧પ જેટલા મોટા ફ્લોટ્સ તથા જ્ઞાતિઓના તો ઘણા ગ્રૂપોએ ભોળાનાથના ભજનો પર નાચી ગાઇને રવાડીને જીવંત બનાવી હતી.
મહાકાલેશ્વર મંદિરેથી સ્વામિનારાયણના સંતો, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય સહિ‌તના આગેવાનોએ શોભાયાત્રાને કેસરી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું, તે સાથે એક પછી એક ફ્લોટ્સ નીકળતા હતા અને રસ્તામાં લોકો જોડાતા જતા હતા, આમ આ રવાડીએ વિશાળ રૂપ સ્વયંભૂ ધારણ કર્યું હતું. મહાકાલેશ્વર મંદિર, પાળેશ્વર ચોકથી નીકળેલી રવાડી હાટકેશ્વર મંદિર, મહાદેવ નાકા, સ્વામિનારાયણ મંદિર, ટાઉનહોલ, જ્યુબિલી સર્કલ, વી.ડી. હાઇસ્કૂલ, બસ સ્ટેશન થઇને હમીરસર કિનારે પૂર્ણ થઇ હતી. આ રૂટ પર અનેક જગ્યાએ શરબતની વ્યવસ્થા કરાઇ હતી. પીવાના પાણીના વાહનો તો સતત ફરતાં રહ્યાં હતાં. શોભાયાત્રાને રસ્તામાં આવતાં શિવમંદિરોમાં આવકાર અપાયો હતો, તો રવાડી પૂર્ણ થયા પછી હમીરસર કાંઠે યોજાયેલા સમૂહ પ્રસાદનો પણ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.
- શહેર સ્વયંભૂ બંધ રહ્યું
ભુજમાં સૌપ્રથમ વાર શિવની શાહી યાત્રા નીકળવાનો ઉત્સાહ છેલ્લા ઘણા સમયથી વર્તાતો હતો. હિ‌ન્દુ સમાજના તમામ વેપારીઓ આજે સ્વયંભૂ પાંખી પાળી રવાડીમાં જોડાયા હતા, જેના લીધે રવિવાર જેવો માહોલ જોવા મળ્યો હતો.
- રસ્તાઓ ટૂંકા પડયા
ભુજમાં પ્રથમ જ વાર નીકળેલી આ શોભાયાત્રા લગભગ એકાદ કિલોમીટર જેટલી લાંબી હતી. રસ્તાની બન્ને બાજુ આ રવાડીને જોવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતાં માર્ગો ટૂંકા પડયા હતા.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો