વિશા શ્રીમાળી સોની જ્ઞાતિએ શાંઘાઇનો રેકોર્ડ તોડયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વિશ્વરેકોર્ડ પ્રમાણપત્ર એનાયત કરી રહેલા અધિકારીઓ)
- વિશા શ્રીમાળી સોની જ્ઞાતિએ શાંઘાઇનો રેકોર્ડ તોડયો
- શાંઘાઇમાં ત્રણ સેકેન્ડમાં 509 લોકોએ મીણબત્તી બૂઝાવી હતી તે સામે ભુજની જ્ઞાતિના 640 લોકોએ આ કામ કર્યું હતું

ભુજ : ભુજ વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ દ્વારા તા.29/10/2013ના રોજ ટાઉનહોલ મધ્યે 640 વ્યક્તિએ ફૂંક મારી માત્ર ત્રણ સેકન્ડમાં મીણબત્તીને બૂઝાવીને ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરવામાં આવતા માત્ર કચ્છ કે ગુજરાત નહીં પરંતુ પૂરા ભારતમાં આ પ્રથમ જ્ઞાતિ હશે કે, જેઓએ પ્રયાસ કર્યો હતો. થોડા વર્ષો પહેલાં એક સાથે મીણબત્તી બૂઝાવવાનો 509 લોકોએ સામૂહિક પ્રયાસ ચાઇનાના શાંઘાઇ ખાતે થયો હતો. જે રેકોર્ડ હવે ભુજ વિશા શ્રીમાળી સોની જ્ઞાતિના નામે તથા ભારતના નામે સત્તાવાર રીતે સ્થાપિત થઇ ગયો છે.
ત્રણેય પાંખના પ્રમુખે આ વિશ્વ વિક્રમનો શ્રેય સમગ્ર સમાજ તેમજ સમગ્ર યુવક મંડળને આપ્યો હતો તેમજ અમિત જગદીશ ગોદાવરિયાનો વિશેષ સહયોગ રહ્યો હતો. આ રેકર્ડ માટે ભુજ શ્રીમાળી સોની જ્ઞાતિના યુવાન તેમજ મીણબત્તીના મહારથી મિલન મહેન્દ્રભાઇ સોનીએ અગાઉ અનેક વર્લ્ડ રેકોર્ડો તોડ્યા છે. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે સમગ્ર જ્ઞાતિજનોનો ભારે સહકાર પ્રાપ્ત થયો હતો.
આ દિલઘડક રેકોર્ડસની દાવેદારી બાદ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ સાથે જયંતિભાઇ જોષી(શબાબ) તેમજ ધારાશાસ્ત્રી શંકરભાઇ સચદે, જ્ઞાતિના પ્રમુખ હરેશ એમ. ગેરિયા, મહિલામંડળના પ્રમુખ કુસુમબેન એમ. ગેરિયા, યુવકમંડળના પ્રમુખ અને વિશ્વ રેકોર્ડ કરવા માટેના પ્રણેતા મિલન સોનીએ ખુશી વ્યક્ત કરી હતી.