તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જી.એમ. ફૂડ માટે દેશમાં નિયમન તંત્ર આવશ્યક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છ યુનિ., સાત્વિક તથા જતન સંસ્થાના ઉપક્રમે એક દિવસીય સેમિનાર યોજાયો

કપાસના છોડને કોરી ખાતી ઇયળ, તડતડિયા, મોલો તથા બીજા કીટકોના પેટમાં ગયા પછી ઝેરી દ્રવ્યમુકત કરી તેમના પાચનતંત્રને ખોરવી નાખી રાસાયણિક પેસ્ટિસાઇડઝની અવેજીમાં વપરાતા બાયોપેસ્ટિસાઇડઝ મોટે ભાગે બેસિલસ યુરિન્જેન્સિસના બીટીને કપાસના છોડમાં સમાવીને આવા છોડને જીવાતો માટે ઝેરી બનાવી દીધો, પરંતુ મનુષ્ય પર થતી અસર ચકાસવાની અવગણના કરાતાં અનેક સમસ્યાઓ સર્જા‍ઇ શકે, આ માટે દિલ્હી સ્થિત સંસ્થા જીન કેમ્પેઇનના નિયામક અને પદ્મશ્રી ડો.સુમન સહાયે કચ્છ યુનિ.ના કેસ હોલમાં પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

કચ્છ યુનિવર્સિ‌ટી, સાત્વિક, જતનના ઉપક્રમે યોજાયેલા સેમિનારમાં જીનેટિકલી મોડીફાઇડ ટ્રાન્સજેનિક પાકો તથા બાયોટેકનોલોજી ઓથોરિટી ઓફ ઇન્ડિયા(બી.આર.એ.આઇ.) બીલ ૨૦૧૩ પર લોકોના સૂઝાવ મોકલાવવા માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છ યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ તુષાર હાથી તથા સાંસદ પૂનમબેન જાટે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું, જેમાં પદ્મશ્રી ડો.સુમન સહાયે જીનેટિકલી મોડીફાઇડ ટ્રાન્સજેનિક પાકોની ક્ષમતા તથા મર્યાદા વિશે જણાવી બીલ ૨૦૧૩ અંગે લોક મંતવ્ય જણાવવા સૂઝાવો આપવા જણાવ્યું હતું તથા જનીન રૂપાંતરિત પાકોનું વ્યવસ્થિત અને કડક નિયમન થવું જોઇએ.

આ ટેક્નિ‌ક મહત્ત્વની હોવા છતાં માત્ર તેના આધારિત જ કૃષિ વિકાસ કરવો અને મોન્સેન્ટો જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ભારતીય ખેડૂતોને ભ્રમમાં રાખી બી.ટી. બિયારણો આપવા હિ‌તાવહ નથી. ડો.જ્ઞાનેશ્વર રાવે જીનેટિકલી મોડીફાઇડ ટ્રાન્સજેનિક ખોરાકની માનવ સ્વાસ્થ્ય પર થતી અસરો પર પ્રકાશ પાડયો હતો, તો ડો.મૃગેશ ત્રિવેદીએ જી.એમ.પાકોની પર્યાવરણ પર થતી અસરો વિશે જણાવ્યું હતું. આઇ.આઇ.એમ.ના પ્રો.સુખપાલસિંઘે જી.એમ.પાકો અને આંતરરાષ્ટ્રીય બજાર પર વકતવ્ય આપ્યું હતું. જતન સંસ્થાના કપિલ શાહે જી.એમ. પાકો માટે આદર્શ નિયમન વ્યવસ્થા પર પ્રકાશ પાડયો હતો. ગૂજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડો.સુદર્શન આયંગરે જી.એમ.પાકોનું નિયમન ચિરંજીવી વિકાસના સંદર્ભમાં વકતવ્ય આપ્યું હતું.

શું છે જી.એમ. કપાસ અને રીંગણ ?
એગ્રોબેક્ટીરિયમ પ્લાઝમિડમાં નાનો ગેપ પાડી ત્યાં બી.ટી.ના પ્લાઝમિડનો (ઝેરના ઉત્પાદન માટેનો જેનેટિક પ્રોગ્રામ ધરાવતો)જિન્સરૂપી ટુકડો જોડી દેવામાં આવે છે. આ ફેરફારના પગલે એગ્રોબેક્ટીરિયમની જિનેટિક બ્લ્યૂપ્રિન્ટ બદલાય છે અને તેનામાં ઝેર પેદા કરવાનો ગુણધર્મ ખીલે છે. પ્લાઝમિડની ઝેરોક્ષ નકલ કઢાવી દરેક નકલને યજમાન છોડના કોષોમાં રહેલા ક્રોમોસોમની અંદર સામેલ કરી દેવી તે એગ્રોબેક્ટીરિયમની બીજી ખાસીયત છે. નિષ્ણાતો આવા કોષોને સમેટી તેમના વડે નવો છોડ ઉગાડે છે, જેનો દરેક કોષ બદલાયેલી જિનેટિક બ્લ્યૂપ્રિન્ટ ધરાવે છે.