મોદી પર નવા વર્ષની શરૂઆતમાં જ આફત! CM વિરૂદ્ધ બીજી ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હવે ભુજમાં મોદી સામે બેંક ગેરેન્ટર મુદ્દે વિશ્વાસઘાતની ફરિયાદ
- તાલીમી ભથ્થાંમાં ૧પ૦૦ના ઇજાફા, યુવાનો માટે લોન માટે ગેરેન્ટર બનવાની નરેન્દ્ર મોદીએ જાહેરાતો કરી, પણ બજેટમાં એની કોઇ જોગવાઈ જ ન થઈ
- કચ્છ લડાયક મંચે વધુ એક કાનૂની બાણ છોડયું

માંડવીમાં સદ્ભાવના મિશન મુદ્દે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવ્યા બાદ હવે કચ્છ લડાયક મંચે ભુજમાં પણ ફરિયાદ કરી છે. તાલીમી ભથ્થાંમાં રૂ.૧પ૦૦નો ઇજાફો કરવા અને યુવાનોને લોન માટે સરકાર ગેરેન્ટર બનશે એવું વચન આપ્યું હતું, એ પૂરું ન કરવામાં આવતાં મુખ્યમંત્રીએ યુવાનો સાથે વિશ્વાસઘાત કર્યો છે, એવી ફરિયાદ અરજી ભુજ એ ડિવિઝન પોલીસમાં કરવામાં આવી છે અને આ અંગે ગુનો નોંધવાની પણ માગણી કરવામાં આવી છે. સોમવારે માંડવીમાં અને હવે ભુજમાં સીએમ સામે આ રીતે મંચે કાનૂની મોરચો માંડતાં હલચલ મચી ગઈ છે.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...