ફૂલાયના સરપંચની આગેવાનીમાં સક્રિય કેબલચોર ટોળી પકડાઇ

કરમટાની ૭પ હજારની તસ્કરીની તપાસમાં પોલીસને ૧.૩૦ લાખનો મુદ્દામાલ મળ્યો

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Mar 10, 2012, 02:49 AM
Sarpanch lead Cable theft gang
કરમટાની ૭પ હજારની તસ્કરીની તપાસમાં પોલીસને ૧.૩૦ લાખનો મુદ્દામાલ મળ્યો અબડાસા તાલુકાના કરમટા ગામની સીમમાં થયેલી કેબલ ચોરીનો ભેદ અંતે વાયોર પોલીસની ટીમે ઉકેલી નાખ્યો હતો. રૂ.૭પ હજારની આ ચોરીની તપાસમાં ફૂલાય ગામના સરપંચ સહિ‌ત નવ શખ્સ ગિરફ્તાર થયા હતા અને તેમની પાસેથી રૂ.૧.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. સરપંચની આગેવાનીમાં ચાલતી કેબલચોર ટોળીના નેટવર્કનો પર્દાફાશ થતા પંથકમાં ચકચાર વ્યાપી હતી. વાયોર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કરમટાની સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કીના ચાલતાં કામમાં વપરાયેલા કેબલની સોમવારે મધરાતે ચોરી થઇ હતી. જેની તપાસ દરમિયાન ફૂલાય ગામના સરપંચ જેમભા માધુભા જાડેજા, કમંડનો મહંમદ હુસૈન ઉર્ફ મૌલાના, મોકરશી વાંઢનો મુબારક આદમ મોકરશી, વાગોઠનો સત્તાર નાથા અભડા, મોહન ખમીસા કોલી, નલિયાનો હાજી જૂસબ સુમાર નોતિયાર, નાની ચરોપડીનો સતુભા મેઘજી સોઢા, ભુજનો અસગર અલી ઉર્ફ લકી સિદ્દીક કુંભાર અને મંધરાવાંઢનો ઓસમાણ ઇસ્માઇલ મંધરાને આરોપી તરીકે ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. તસ્કરોનો આ ભેદ ઉકેલવામાં સબ-ઇન્સ્પેક્ટર એમ.એમ.જાડેજા સાથે હેડ કોન્સ્ટેબલ મહેશ ચાવડા, કોન્સ્ટેબલ યોગીરાજસિંહ પરમાર, હિ‌તેન્દ્રસિંહ ચુડાસમા, ડ્રાઇવર ભરત સોલંકીએ કાર્યવાહી કરી હતી. છેલ્લા લાંબા સમયથી અબડાસા પંથકમાં કેબલચોરીનો ત્રાસ વધ્યો હતો. તસ્કરટોળી પકડાતાં આ પ્રકારની અન્ય ચોરીનો પર્દાફાશ પણ થાય એવી શકયતા છે. આ કેસમાં સરપંચ પણ સંડાવાતાં ચકચાર વ્યાપી ગઇ છે. કેબલના એક ટુકડાથી પગેરું મળ્યું આરોપી સત્તાર નાથા સુઝલોન કંપનીમાં ચાલતી એક ગાડીનો ડ્રાઇવર હતો, તે કેબલનો એક ટુકડો પોતાની ગાડીમાં સાથે સાથે ફેરવતો હતો. પોલીસને એના પર શંકા ગઈ અને કડક પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો. તેની પાસેનો ટુકડો ચોરાયેલા કેબલનો એક અંશ હતો, તેની વધુ પૂછપરછમાં ક્રમશ: બધા આરોપી પકડતા ગયા. નલિયાનો શખ્સ ખરીદતો ચોરાઉ કેબલ નલિયાનો ભંગારનો ધંધાદારી હાજી જૂસબ પ્રતિ કિલો રૂ.૩૦૦ના ભાવે ખરીદતો હતો. ચોરીમાં પણ તેની બોલેરો જીપનો ઉપયોગ થતો, જે પોલીસે કબજે કરી છે. પાંચ ચોરી કબૂલી આ કેબલચોર ટોળીએ અબડસા પંથકમાં આગાઉ પણ થયેલી ચાર-પાંચ ચોરીની કબૂલાત આપી હતી. કરમટા ગામની ચોરીનો તમામ મુદ્દામાલ મળી ગયો હોવાથી માંડવી ર્કોટમાં આરોપીઓને રજૂ કરાયા બાદ ન્યાયમૂર્તિ‌એ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. હજી છ-સાત શખ્સ પકડાશે તસ્કર ટોળી પકડાતાં અગાઉની ચોરીના તાણાવાણા પણ હવે ઉકેલાશે એવું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. આ પ્રકરણમાં હજી છથી સાત શખ્સ આરોપના દાયરામાં છે. તપાસ દરમિયાન તેઓની પણ ધરપકડ હાથ ધરવામાં આવી છે એવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

X
Sarpanch lead Cable theft gang
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App