કેન્દ્રની યુપીએ સરકારે દેશની આબરુ વેચી દીધી છે : રૂપાલા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નખત્રાણામાં યોજાયેલી સભામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે કોંગ્રેસને માર્યા ચાબખા
- ભાજપના નેતાઓ પર પણ આડકતરી રીતે રમૂજી મેણા માર્યાં


નખત્રાણામાં અબડાસાના ભાજપના ઉમેદવાર માટે જાહેરસભા સંબોધતાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમ રૂપાલાએ પોતાની આગવી કાઠિયાવાડી શૈલીમાં પહેલાં ભાજપના કાર્યકરોને અને નેતાઓને પોતાની શૈલીમાં હસાવ્યા હતા અને ટકોર સાથે મેણા પણ માર્યાં હતાં, તેમણે કોંગ્રેસની યુ.પી.એ. સરકારને આડેહાથ લીધી હતી, તેમણે કહ્યું હતું કે, યુ.પી.એ. સરકારે દેશની આબરુ વેચી દીધી છે.

ભાવનગર યૂથ કોંગ્રેસના યુવા અગ્રણી દિગ્વિજયસિંહ ગોહિ‌લ ભાજપમાં જોડાયા હતા, તો અનેક દલિત, મુસ્લિમોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ તકે યુવા મોરચાના પ્રદીપસિંહ વાઘેલા, ભાજપી ઉમેદવાર છબીલ પટેલ તેમજ પક્ષના કાર્યકરો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.