શિસ્તબદ્ધ પથસંચલનથી ભુજમાં આર.એસ.એસ. છવાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાજ્યકક્ષાની તાલીમ શિબિરથી લેવા પટેલ સંકુલ ધમધમી રહ્યું છે, ત્યારે સોમવારે યોગાનુયોગ નરેન્દ્ર મોદીની શપથવિધિના દિવસે જ વિવિધ જિલ્લાના ૪૪૦ સ્વયંસેવકનું પથસંચલન યોજાયું હતું. ખાખી ચડ્ડી, સફેદ બૂશર્ટ, માથામાં કાળી ટોપી અને હાથમાં લાઠી સાથે શિસ્તબદ્ધ સ્વયંસેવકો શહેરના મુખ્યમાર્ગો પરથી નીકળ્યા ત્યારે જે-તે વિસ્તારમાં થોડો સમય ટ્રાફિક પણ થંભી ગયો હતો અને લોકોએ આ વિશાળ 'વિશષ્ટિ’ પદયાત્રા નિહાળી હતી. કેટલાંક સ્થળે કેસરી ઝંડીઓ સાથે પથસંચલનનું સ્વાગત કરાયું હતું.
તસવીર- મયૂર ચૌહાણ