ગાંધીધામ: 32 લાખના રોડમાં માત્ર ‘ધૂળ, ઢેફા અને પાણી’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(32 લાખના ખર્ચે તૈયાર થયેલા રોડમાં કેવી ગેરરીતિ થઇ છે તેનો તસવીરી પુરાવો, જેમાં માત્ર રેતી પર પાથરેલો ડામર, કોરી કપચી અને પાણી દેખાય છે.)

-કૌભાંડ | ગુરુકુળથી ઓમ સર્કલ તરફના દોઢેક કિલોમીટર લાંબો માર્ગ બનાવવામાં મોટાપાયે ખાયકી અને કમિશનવાળી થઇ હોવાની આશંકા
-
નગરપાલિકાના ઉપપ્રમુખનું ઘર અહીં હોવા છતાં સત્તાવાળાના ભેદી મૌનથી આશ્ચર્ય

ગાંધીધામ: ગુરુકુળથી ઓમ ચાર રસ્તા સુધી બનાવવામાં આવી રહેલા 32 લાખના રોડમાં મોટાપાયે ખાયકી અને નબળું કામકાજ થયું હોવાનું ઉડીને આંખે વળગે તેવું છે. એકાદ કિલોમીટર લાંબા આ રોડને ધારાસભ્ય અને નગરપાલિકાની ભાગીદારી દ્વારા સુવર્ણજયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બનાવવામાં આવી રહ્યો છે.

છેલ્લા ઘણા વખતથી આ માર્ગ સાવ તૂટી ગયો હતો, જેના કારણે અકસ્માતના બનાવ પણ વધી ગયા હતા અને અહીં ચાલતાં વાહનોની હાલત પણ ખરાબ થઇ ગઇ હતી. મજાની વાત એ છે કે, નગરપાલિકાના ઉપપ્રમુખનો આ વિસ્તાર હોવા છતાં રોડ બનાવવાની નબળી કામગીરી અંગે પાલિકાના સત્તાવાળાઓને કાં તો ખબર નથી અથવા જાણી જોઇને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
આગળ વાંચો વેટ મિક્સ મટિરીયલ્સ અંગે શંકા