તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારોબારી સમિતિના ઠરાવ નામંજૂર કરો : કોંગ્રેસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરોધ: આચારસંહિતાના ભંગનો મુદો ઊભો કરાયો
કલેક્ટર સમક્ષ કરાયેલી રજૂઆત : અધિકારીઓને ફરજમાંથી દૂર કરો
ગાંધીધામ: સુધરાઇના વોર્ડ નં. 2ની પેટા ચૂંટણી 12મી ઓક્ટોબરે યોજાઇ રહી છે. આવા સમયે પાલિકા દ્વારા જુદા-જુદા કામોના ટેન્ડર મગાવી કારોબારી સમિતિની બેઠક બોલાવી મંજૂરી આપવામાં આવતા વિવાદ છેડાયો છે. કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગનો મુદો ઊભો કરી કલેક્ટરને પત્ર પાઠવી જે-તે જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને ઠરાવ રદ કરવા માગણી કરવામાં આવતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તાજેતરમાં કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં 50 લાખથી વધુ રકમના વિકાસકામને લીલીઝંડી આપવામાં આવી હતી.
બીજીતરફ વોર્ડ નં. 2ની 1 બેઠક માટે પેટા ચૂંટણીને અનુલક્ષી આચારસંહિતા અમલી હોવાથી કોંગ્રેસે આ મુદે કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ સમીપ જોષીએ કલેક્ટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ચૂંટણી અધિકારીનું અગાઉ મૌખિક ધ્યાન દોરવા છતાં પાલિકાએ બહાર પાડેલાં ટેન્ડર અટકાવવા કોઇ કાર્યવાહી કરી ન હતી, તેને તાકીદે અન્ય સ્થળે બદલવા જરૂરી છે, જેથી ચૂંટણી ન્યાયીક અને તટસ્થ રીતે થઇ શકે. સમિતિ દ્વારા લીલીઝંડી આપવામાં આવેલાં કામો પૈકી ફટાકડાના સ્ટોલ અને ગરમ કપડાંના વેચાણ માટે જગ્યા ફાળવવામાં આવી છે, તેમાં ટેન્ડરિંગની કોઇ પ્રક્રિયા ન અપનાવી કુલડીમાં ગોળ ભાંગી આદિપુરમાં રાજેન્દ્ર બાગમાં આદિપુર વેપારી મંડળને જે જગ્યા ફાળવી છે અને ગાંધીધામમાં રામલીલા મેદાન ગાંધીધામ ફટાકડા એસોસિયેશનને ફાળવી આપેલ છે.
આદિપુર વેપારી મંડળમાં ભાજપના નગરસેવક અને સત્તાપક્ષના નેતા તરીકે તારાચંદ ચંદનાની સક્રીય છે.પાલિકાની મિલકત જગ્યા ગેરકાયદે રીતે બિનલોકતાંત્રિક ઢબે અધિનિયમ- નિયમોને નેવે મૂકીને ફાળવી આપી છે. ભાજપના નગરસેવકોને સીધો લાભ અપાતો હોઇ તેનું સભ્યપદ રદ કરવા અને આચારસંહિતાના ભંગ બદલ પગલાં ભરવા માગણી કરી છે. વેપારી મંડળને ફાળવી આપેલી જગ્યા પણ રદ કરવા જણાવાયું છે. પાલિકાની જગ્યાઓ ભાડે આપવા કોઇ જાહેરાત કરવામાં આવી નથી અને ગેરકાયદે પદ્ધતિથી જગ્યા ફાળવવામાં આવી છે, જે આચારસંહિતાના ભંગ સમાન છે.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...