• Gujarati News
  • Relaya London Musical Tunes For Charity, Raise Two Thousand Pounds

ચેરિટી માટે લંડનમાં સંગીતના સૂરો રેલાયા, બે હજાર પાઉન્ડ એકત્ર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગંભીર રોગનો ભોગ બનેલા દર્દી‍ઓ કે જેનું મોત નિ‌શ્ચિ‌ત છે, ત્યારે તેઓની જિંદગીના છેલ્લા દિવસો શાંતિમય અને પીડા વિનાના પસાર થાય તે હેતુ લંડનમાં ચાલતા હોસ્પાઇસ સેન્ટરને આર્થિ‌ક મદદ કરવા ભારતીય બાળકો આગળ આવ્યાં હતાં. ઇન્ડિયન મ્યુઝિક સાથે પોતાની કલા રજૂ કરીને આ બાળકોએ બે હજાર પાઉન્ડ જેટલું ફંડ એકત્રિત કરીને આ દર્દીઓ માટે દાનમાં આપી દીધું હતું.

કચ્છના બળદિયાના ગામના લંડન ખાતે સ્થાઇ થયેલા એનઆરઆઇ દ્વારા ચાલતી બળદિયા યૂથ ક્લબને ૩૦ વર્ષ પૂર્ણ થતાં સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત સેન્ટ લૂકસ હોસ્પાઇસ સેન્ટરને મદદ કરવા લીટલ સ્ટાર્સ મ્યુઝિક નાઇટ યોજાઇ હતી, જેમાં ભારતીય બાળકોએ પોતાની કલા રજૂ કરી હતી. હાર્મોનિયમ,બાંસૂરી, તબલાં વગેરે પર રાગ છેડીને બાળકોએ ભારતીય સંસ્કૃતિને વિદેશની ધરતી પર પલ્લવિત કરી હતી. બાળકોના પરફોર્મન્સ પર પ્રેક્ષકો ઓવારી ગયા હતા. બ્રેન્ટ વિસ્તારના કાઉન્સિલર હર્ષદભાઇ પટેલના મુખ્ય મહેમાન પદે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ અગ્રણીઓએ હાજર રહીને ખુલ્લા દિલે દાનનો પ્રવાહ વહેવડાવતાં ગંભીર દર્દોનો ભોગ બનેલા દર્દીઓને મદદ કરવા હેતુ પોણા બે લાખ જેટલી રકમ એકત્ર થઇ હતી, જેને સેન્ટ લૂકસ હોસ્પાઇસ સેન્ટરને અર્પિ‌ત કરાઇ હતી.

જુઓ તસવીરો