12 વર્ષ સુધી મહિલા પર આચર્યું દુષ્કર્મ, માર મારીને સંતોષતો હવસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નિરોણામાં ૧૨ વર્ષ સુધી મહિ‌લા પર થતું હતું દુષ્કર્મ
- અઠવાડિયાં પહેલાં ભાલુ બતાવીને બળજબરી આચરતાં છેવટે ફરિયાદ નોંધાવી

નખત્રાણા તાલુકાના નિરોણા ગામમાં એક મહિ‌લા પર એક શખ્સ છેલ્લા ૧૨ વર્ષથી અવાર-નવાર દુષ્કર્મ આચરતો હતો. હજી અઠવાડિયાં પહેલાં જ એ શખ્સ ભાલુ લઈને તેના ઘરે પહોંચી ગયો હતો. ખૂનની ધમકી આપી માર મારીને હવસ સંતોષી ભાગી ગયો હતો. આ બાબતે છેવટે મહિ‌લાએ ગુરુવારે પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાવતાં મામલો સપાટી પર આવ્યો હતો. બીજીતરફ આરોપીને પકડવા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.

નિરોણામાં સ્ત્રીએ ગામમાં જ રહેતા રણજીતસિંહ ઉર્ફે ભીખો મદારસિંહ પઢિયાર સામે દુષ્કર્મ આચર્યાના આરોપ સાથે એફઆઇઆર નોંધાવી હતી. તેણે મૂકેલા આરોપ મુજબ આ શખ્સ તેના પર છેલ્લા ૧૨ વર્ષથી અવાર-નવાર તેની ઇચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધતો હતો. ગત તા.૨૨/પના રાત્રે ૧૧ વાગ્યે તે મહિ‌લાના ઘરમાં ઘૂસી ગયો હતો. મહિ‌લાએ આનાકાની કરતાં તેણે ભાલુ બતાવ્યું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, ધકબૂશટનો માર માર્યો હતો, સાથે બળતણના લાકડાંથી પણ મૂઢ ઇજા પહોંચાડી હતી. આ બનાવ વિશે પીએસઆઇ રાઠોડે જણાવ્યું કે, ગુના અંગે ફોજદારી ફરિયાદ થતાં મહિ‌લાની મેડિકલ તપાસ કરાવવામાં આવી રહી છે, સાથે આરોપીને પકડવા પણ તપાસનો દોર આગળ ધપાવવામાં આવ્યો છે. ભોગ બનનારી સ્ત્રીની આસપાસ રહેતા લોકોના પણ નિવેદન નોંધવા કવાયત હાથ ધરવામાં આવી છે.