• Gujarati News
  • Rapar Lawyer Running Attack And Sabotage And Robbery

રાપરમાં વકીલ પર હુમલો અને તોડફોડ કરી લૂંટ ચલાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-રાપરમાં વકીલ પર હુમલો અને તોડફોડ કરી લૂંટ ચલાવી
-ભત્રીજીને ત્રાસ આપીને નજીકના સગાઓએ જ ધારિયા-હોકીથી હુમલો કર્યો
-વકીલ અને ડ્રાઇવરને ધોકાવી ગાડીમાંથી રોકડા પ૮ હજાર પણ ઝૂંટવી ગયા
રાપર શહેરમાં એક વકીલ જીપમાં જતા હતા, ત્યારે તેમના નજીકના સગાઓએ જ તેમના પર હુમલો કરતાં ચકચાર વ્યાપી ગઈ હતી. વકીલની ભત્રીજીને ત્રાસ આપનારા સાસરિયાઓએ જ ધારિયા-હોકીથી આ હુમલો કર્યો હતો, જેમાં ગાડીમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાપર તાલુકાના આણંદપરના વતની અને હાલ ગાંધીધામમાં રહેતા વકીલ બકુલ મયૂર ઠાકોર તેમના ડ્રાઇવર સાથે સ્ર્કોપિ‌યો જીપમાં રાપરમાં જતા હતા. રાપરની ભરબજારમાં ગુરુવારે બપોરે સવા બે વાગ્યે તેઓ પસાર થયા, ત્યારે આરોપી મોહન છગન સૂરાણી, તેની પત્ની વાલીબેન, પુત્ર રમેશ અને એનો ભાઈ કરસન છગન એના પર તૂટી પડયા હતા.
આ ચારેય લોકોએ ધારિયા અને હોકી જેવાં હથિયારથી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. જીપમાં પડેલા પ૭થી પ૮ હજારની રોકડ પણ લૂંટી ગયા હતા. વકીલ અને તેમના ડ્રાઇવરને ધકબૂશટનો માર માર્યો હતો. બકુલભાઈના સાળા અને ભત્રીજી વચ્ચે કેટલાક સમય પહેલાં લગ્ન થયાં હતાં. સાળાએ આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં ભત્રીજીને આરોપીઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યુ અને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી.