• Gujarati News
  • Good Effect Of Rann Utsav 2014 Bhuj City Cleaning By Bhuj Municipal Corporation

રણોત્સવની ગુડ ઇફેક્ટ : ભુજના સરપટગેટ થી એરપોર્ટ સુધીનો રોડ થયો સાફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલેકટરના આદેશથી ભુજ પાલિકાની ટીમ લાગી સફાઇકામમાં
સીઓએ જાતે હાજર રહીને કચરો,ઝાડી કટીંગ સહીતની કામગીરી કરાવી
ભુજ: રણોત્સવ વિધિવત રીતે સોમવારથી શરૂ થઇ રહ્યો છે ત્યારે ભુજ થી ધોરડો જતો માર્ગ કચરાના ઢગના બદલે સ્વચ્છ દેખાય તે માટે તાત્કાલિક સફાઇ કરવા આદેશ આપતા ભુજ પાલિકાની ટીમ ધસી જઇને એક જ દિવસમાં સરપટગેટ થી છેક એરપોર્ટ સુધીનો માર્ગ ચોખ્ખો ચણાંક કરી દીધો હતો.

કચ્છમાં પ્રવાસીઓનો પ્રવાહ વધી રહ્યો છે ત્યારે ભુજની છાપ ગંદી લઇને પર્યટકો ન જાય તે માટે શહેરમાં સ્વચ્છતા અભિયાન છેડાયું છે. શહેરના તમામ મુખ્ય રોડ સાફ કરવાની કવાયત ચાલુ છે. રીંગ રોડ પરના કચરાના ગજ સાફ થઇ રહ્યા છે. ત્યારે સફેદ રણ તરફ જતો રસ્તો કે જે ભુજમાંથી પસાર થાય છે તે પણ સાફ કરાય તેવી તાકીદ કલેકટરે કરતા ગઇકાલથી પાલિકાની ટીમ કામે લાગી ગઇ છે.
આગળ વાંચો, ચીફ ઓફીસરે કલેકટરના આદેશના પગલે રહ્યા ખડેપગે
તમામ તસવીરો ભાસ્કર