• Gujarati News
  • Rajnath Visit Gujarat Kutch Koteshwar See In Pictures

ભુજ: સિરક્રીકના મામલે કોઇ બાંધ છોડ નહીં: કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - રાજનાથસિંહ કચ્છની મુલાકાતે)
- દેશની સલામતી અને સ્વાભિમાનની પ્રાથમિકતાનો કોટેશ્વરમાં આપ્યો કોલ
-
દેશની પશ્ચિમી સરહદનું નિરીક્ષણ અને સમીક્ષા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી

કોટેશ્વર: દેશની સલામતી અને સ્વાભિમાનના ભોગે સિરક્રીકના મામલે ક્યારે પણ બાંધછોડ નહીં કરવામાં આવે, ભારતની દરિયાઇ સલામતી વધુને વધુ મજબૂત બનાવવી એવી કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે. કોસ્ટલ મરીન સિક્યુરિટી માટે સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે, તેમ કચ્છ સરહદની મુલાકાતના પ્રથમ દિવસે કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથ સિંહે કોટેશ્વરમાં જણાવ્યું હતું, તેઓ બે દિવસ માટે કચ્છની સરહદનું નિરીક્ષણ કરવા આવ્યા છે.

પાકિસ્તાને છેલ્લા કેટલાક સમયથી યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે, ત્યારે દેશની પશ્ચિમી સંવેદનશીલ મનાતી કચ્છ સરહદની સમીક્ષા કરવા માટે કેન્દ્રની નવી સરકારના ગૃહમંત્રી રાજનાથસિંહ બુધવારે સાંજે કોટેશ્વર ઉતર્યા હતા, તેમણે નજીકમાં બનનારાં સતિષ મૂરિંગ પ્લેસની મુલાકાત લઇને જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ એ સમયના વડાપ્રધાન મનમોહનસિંહને સિરક્રીક પાકિસ્તાનને ન સોંપવા માટે વિશેષ પત્ર લખ્યો હતો, તે અનુસાર સુરક્ષાનો મામલો હંમેશાં દેશ માટે મહત્ત્વનો રહ્યો છે અને સલામતીનો પ્રશ્ન છે, ત્યાં સુધી અને સિરક્રીકના મામલે દેશના સ્વાભિમાનના ભોગે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં, તેમણે આ મુદ્દે મક્કમતાથી વળગી રહ્યા હતા.

તેમણે મૂરિંગ પ્લેસ ખાતે પત્રકારો સાથેની વાતમાં એમ પણ જણાવ્યું હતું કે, સામે પારની સ્થિતિ જોતાં ગુજરાતની સલામતી વધુ મજબૂત બનાવવાની છે, તેના માટે સૌપ્રથમ કોસ્ટલ સિક્યુરિટીમાં કોઇ કચાશ ન રહે તે માટે હું ગુજરાત ઇન્સ્પેક્શન કરવા આવ્યો છું, મારી પ્રથમ મુલાકાત આ કારણોસર ગુજરાત ફ્રન્ટીયરની લીધી છે, તેમણે સલામતીમાં નડતી કમીઓ દૂર કરવા પણ આ નિરીક્ષણ હાથ ધર્યું છે.
આગળ ક્લિક કરો અને વાંચો કોટેશ્વર પાસે બનનારા મૂરિંગ પ્લેસની વિગતો મેળવી
(તમામ તસવીરો: પ્રકાશ ભટ્ટ, ભુજ )