• Gujarati News
  • Punarajapura Chapter Deceased Mother in law Phagavati Court Bail Application

પુનરાજપુર પ્રકરણમાં મૃતકના સાસુની જામીન અરજી ફગાવતી કોર્ટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખપત તાલુકાના પુનરાજપુરની પરિણીતાને સાસરિયાઓએ ભેગા મળી ટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી નાખી હતી, જેમાં પોલીસે પતિ સહિ‌તના સાસરિયાઓને જેલની સલાખો પાછળ ધકેલી દીધા છે. આ પ્રકરણમાં મૃતકના સાસુએ એડિશનલ સેશન્સ ર્કોટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. ન્યાયાધીશે મામલો ગંભીર હોવાથી જામીન અરજી ફગાવી દીધી હતી.

આ કેસની વિગત એવી છે કે, મુધાનના ભીમજીભાઇ ઉકા પુવારે પુત્રી લક્ષ્મીને પુનરાજપુરના નવીનભાઇ ખંભુ સાથે પરણાવી હતી. ગત તા.૨પના પતિ નવીન, દિયર નરશી, સસરા મૂરાભાઇ પૂંજાભાઇ અને સાસુ કમીબાઇએ લક્ષ્મીને વાડીમાં લઇ જઇ મોતને ઘાટ ઉતારી દફનાવી દીધી હતી.

ત્યાર બાદ પિયર પક્ષને જાણ કરી હતી, જેથી મૃતકના પિતાએ ફરિયાદ કરતાં પોલીસે લાશને બહાર કાઢી પોસ્ટ ર્મોટમ કરતાં હત્યા કર્યાંનું ખૂલ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે સંડોવાયેલા તમામની ધરપકડ કરી જેલહવાલે કરી દીધા હતા. તેવામાં પરિણીતાના સાસુ કમીબાઇએ એડિશનલ સેશનસ જજ એચ.ડી.સુથારની ર્કોટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો સાંભળી ગુનો ગંભીર હોવાથી જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં સરકારી વકીલ તરીકે હરેન્દ્રસિંહ બી. જાડેજાએ દલીલો કરી હતી.