તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભયારણ્યમાં દબાણ હટાવવા મુદ્દે ભુજમાં ઉપવાસ શરૂ કરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જોધપરવાંઢ અને કાનમેર ઉપરાંત માણાબાથી આડેસરના ૩પ કિમી વિસ્તારમાં ગેરકાયદે મીઠું પકાવાય છે
રાપર તાલુકાના જોધપરવાંઢ તથા કાનમેરની સીમ ઉપરાંત દરિયાઇ રણને અડીને આવેલા માણાબાથી આડેસર સુધીના ૩પ કિલોમીટર જેટલા વિસ્તારમાં સમુદ્રના પાણીને રોકી ગેરકાયદે મીઠું પકાવાઇ રહ્યું છે. આ પ્રવૃત્તિ બંધ કરવાની માંગ સાથે ભુજની કલેક્ટર કચેરી સામે જોધપરવાંઢના ગ્રામજનોએ અનશન શરૂ કર્યાં હતાં.
આંદોલન પૂર્વે કલેક્ટરને પાઠવાયેલાં આવેદનપત્રમાં જણાવાયું હતું કે, આ સમગ્ર વિસ્તાર ઘુડખર અભયારણ્ય તરીકે રક્ષિત જાહેર કરાયો હોવાથી કોઇને પણ પરવાનગી વિના પ્રવેશ મળતો નથી, ત્યાં ટ્રેક્ટર અને જેસીબી જેવાં મોટાં-મોટાં સાધનોનો ધમધમાટ જોવા મળે છે. ગેરકાયદે મીઠું પકાવતા અગરિયાના માથાભારે શખ્સો ખુલ્લાં હથિયારો સાથે ફરે છે અને જો કોઇ રજૂઆત કરે તો ધાકધમકી આપે છે. આ ગેરકાયદે પ્રવૃત્તિને તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે રાજુ વલિયાણી સહિ‌ત ૧૦ જેટલા ગ્રામજને અનશન શરૂ કર્યાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો