તો અદાણી સામે તુણાના માછીમારો છેડશે આંદોલન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કાંઠાપટ્ટી સેવા સમિતી ટ્રસ્ટ દ્વારા અપાઇ ચીમકી: તાત્કાલિક રોજગારી, પાણી સહિ‌તની માળખાકીય સુવિધા આપવા ઉઠાવી માંગ

તુણાને વિકસાવવા કેપીટી દ્વારા અદાણીને પોર્ટ વિકસાવવા સોંપી દેવાયું, ત્યારથી માછીમારો વિરોધ કરી રહ્યા છે અને હાલ આ મુદે્ હાઇર્કોટમાં જુદા-જુદા કેસો પણ ચાલી રહ્યા છે. અદાણી દ્વારા ગામના લોકોને લાઇટ, પીવાના પાણી, રોજગારી આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી એક પણ સુવિધા આપવામાં આવી નથી ત્યારે કાંઠાપટ્ટી સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડી કંપનીનું કામ અટકાવી દેવાની ચીમકી આપવામાં આવી છે.

કાંઠાપટ્ટી સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ હાજી હુસેન, સલીમ લંગા, હુસેન ચબા, કાસમ સોઢા સહિ‌તના આગેવાનોએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, તુણા, વંડી અને રામપરમાં સરકારી પડતર, ખેતીલાયક કે ગૌચરની જમીન જ આવેલી છે. આ વિસ્તાર માત્ર માછીમારના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

જે-તે સમયે કેપીટી દ્વારા અદાણીને તુણા બંદર વિકસાવવામાં આપી દેવાતાં જ માછીમારી વ્યવસાય બંધ થઇ જવાની ભીતિ હોવાથી ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો, જેને પગલે કંપની દ્વારા આ ગામના લોકોને શુદ્ધ પાણી, આરોગ્ય, શિક્ષણ અને રોજગારી આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી કોઇ કામગીરી કરાઇ નથી ગત તા.૧૦ના કંપની વિરુદ્ધ આંદોલનનું રણશિંગું ફૂંકવામાં આવ્યું હતું, પરંતુ અમુક તત્ત્વો ભેગા ભળી જતાં આંદોલનનો ફિયાસ્કો થયો હતો અન યોગ્ય કરવાની ખાતરી આપી છે.