બેને કિન્નર બનાવનારા તબીબની કાર ચોરીનો આરોપી રિમાન્ડ પર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ પીએસઆઇએ બાતમીને આધારે રાજસ્થાનથી એક શખ્સને ઝડપી લીધો હતો

ભાવનગરના બે યુવાનને કિન્નર બનાવી દેવામાં ભુજના તબીબની સંડોવણી ખૂલતાં તેઓ પલાયન થઇ ગયા છે, ત્યારે તસ્કરો ડોક્ટરની કાર ઉઠાવી ગયા હતા. પોલીસે તપાસ કરી કાર હંકારી જનારા શખ્સને રાજસ્થાનથી ઝડપી લીધો હતો, જેને ર્કોટમાં રજૂ કરાતાં બે દિવસના રિમાન્ડ પર સોંપાયો છે.

પીએસઆઇ કટારાએ જણાવ્યું હતું કે, ડો. કમલેશ વેગડના મકાનમાં તા. ૨પના તસ્કરો ખાબક્યા હતા અને બહાર પાર્ક કરેલી તબીબની જીજે ૧૨ એઇ ૮૪૭૦ નંબરની કાર ચોરી કરી ગયા હતા. કાર ચોરીની તબીબીના કૌટુંબીક ભાઇએ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં તપાસ કરતાં ગણપત ઉર્ફે ગણિયો હજારીલાલ બિશ્નોઇનું નામ ખૂલતાં શુક્રવારના પોલીસ તેને રાજસ્થાનના પૂર ગામેથી પકડી લીધો હતો, જેને પોલીસે રિમાન્ડની માંગ સાથે રજૂ કરતાં ર્કોટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.