તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાથમિક શિક્ષકોનો ઓવર સેટઅપ બદલી કેમ્પ અચાનક મુલતવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સવારે ઓર્ડરો થયા, બપોર પછી વિવાદ થતાં કામગીરીને મારી દેવાઇ બ્રેક
- પ્રાથમિક શિક્ષણાધિકારી કહે છે વહીવટી કારણોસર આ નિર્ણય લેવાયો


પ્રાથમિક શિક્ષકોનો ભુજમાં યોજાયેલો ઓવર સેટઅપ કેમ્પ શરૂ થયા બાદ અચાનક જ મુલતવી રાખી દેવાતાં વિવાદ સર્જા‍યો છે. સવારે સમયસર શરૂ થયેલો કેમ્પ બપોરે ભુજ તાલુકો શરૂ થયો અને ઉપરથી ઓર્ડર આવતાં કામગીરીને બ્રેક મારી દેવાઇ હતી. પ્રાથમિક શિક્ષણાધિકારીએ વહીવટી કારણોસર આવો નિર્ણય લેવાયાનું કહ્યું હતું.

આ અંગે મળતી વિગતો મુજબ ધોરણ ૧થી પમાં વધમાં આવતા શિક્ષકોનો બદલી કેમ્પ યોજાયો હતો. જિલ્લાભરમાંથી શિક્ષકો તેમાં આવ્યા હતા. સવારે પ્રક્રિયા ચાલુ પણ થઇ હતી. જોકે, થોડો સમય તે ચાલ્યા બાદ આ શિક્ષકોને ૬થી ૮માં સરભર કરવા માગણી મૂકાઇ હતી, પણ તંત્રે મચક આપી નહોતી. શિક્ષક સંઘના મોવડીઓએ રાજ્યકક્ષાએ ધા નાખી હતી અને ઉચ્ચકક્ષાએથી જ ફોન આવી જતાં કેમ્પની કામગીરી થંભાવી દેવાઇ હતી.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નટવરસિંહ રાઠોડને આ મુદ્દે પૂછતાં તેમણે સમર્થન આપ્યું હતું. જોકે, તેઓ મુલતવી રહ્યાનું ચોક્કસ કારણ આપી શકયા નહોતા અને વહીવટી કારણોસર આવો નિર્ણય લેવાયો હોવાનું ગાણુ ગાયું હતું, તેમણે કહ્યું કે, નવી તારીખો હવે પછી જાહેર કરાશે. તો સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા પંચાયત પ્રમુખે સરભર નહીં થાય, તેવી જીદ પકડી હોવાથી આ કેમ્પ મુલતવી રખાયો હતો. ગયા વખતે પણ કેમ્પ રદ્દ થયો હતો અને તેમાં પણ પંચાયત અધ્યક્ષ નારાજ થયા હતા.

- ઉચ્ચ પ્રાથમિકના શિક્ષકોમાં રોષ

જાણવા મળતી વિગતો મુજબ આજે કેમ્પમાં ધો.૧થી પનાને ઓવર સેટ માટે દબાણ હતો. તેથી ધો.૬થી ૮ના શિક્ષકોને નુકસાન થઇ શકત.

- સવારની પ્રક્રિયા કેન્સલ કરાઇ

સવારે કેટલાક તાલુકાની ઓવર સેટઅપની કામગીરી થઇ હતી, પણ મુલતવીનો નિર્ણય લેવાતાં આખા દિવસની પ્રક્રિયા કેન્સલ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. અલબત, પ્રાથમિક શિક્ષણાધિકારીએ કોઇ ઓર્ડરો થયા જ ન હોવાનું કહ્યું હતું.