તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Port Workers Received Wage Increases Over The Failure Of The 10th Meeting

પોર્ટ કામદારોના ભથ્થાં વધારા મુદ્દે મળેલી ૧૦મી બેઠક નિષ્ફળ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રશાસને ૮.પ ટકાના વધારાને સુધારી ૯ ટકા કર્યો, પરંતુ મહાસંઘો ૨૦ ટકા પર અડગ રહ્યા

દેશના મહાબંદરગાહો અને ગોદી કામદારોના પગારવધારા અંગે તાજેતરમાં તુતીકોરીન પોર્ટ ખાતે મળેલી વધુ એક બેઠક નિષ્ફળ રહી હતી. પ્રશાસને પગારવધારો ૮.પથી વધારી ૯ ટકાનો પ્રસ્તાવ કર્યો હતો, પરંતુ કામદાર યુનિયનો ૨૦ ટકાના વધારાની માંગ પર અડગ રહ્યા હતા.

ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન તથા કંડલા પોર્ટ કર્મચારી સંઘ (ઇન્ટુક)ની યાદીમાં જણાવાયા મુજબ મદુરાઇ સ્થિત તુતીકોરીન પોર્ટ ખાતે કામદાર યુનિયનો અને પ્રશાસન વચ્ચેની દશમી દ્વિપક્ષીય બેઠક મળી હતી, જેમાં પ્રશાસને અગાઉના ૮.પ ટકાના વધારાના પ્રસ્તાવને સુધારીને ૯ ટકા કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો, પરંતુ પાંચેય ફેડરેશનના પ્રતિનિધિઓએ ૨૦ ટકાની માગણી પર વળગી રહ્યા.

આ ઉપરાંત યુનિયનો દ્વારા પ્રથમ અને દ્વિતીય વર્ગના અધિકારીઓને અપાતી પેન્શન યોજના તૃતીય તથા ચોથા વર્ગના કર્મચારીઓને પણ લાગુ કરવા પ્રશાસન સમક્ષ રજૂઆત કરતાં પ્રશાસન તરફથી આ મુદ્દે અલગથી કેન્દ્ર સરકાર સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવનારી હોવાનું જણાવ્યું હતું.

પ્રમોશન વખતે સામાન્ય ઇન્ક્રીમેન્ટ પર ૨ ટકા વધારાની માગણી પણ પોર્ટ પ્રશાસને ઠૂકરાવી દીધી હતી. સતત દસમી બેઠક નિષ્ફળ જતાં મહાસંઘોના નેતાઓએ કેન્દ્રીય શિપિંગ મંત્રી જી.કે. વાસન અને શિપિંગ સચિવ ડો. વિશ્વરપતિ ત્રિપાઠી સાથે એક સંયુક્ત બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. સાથો સાથ શિપિંગ મંત્રાલય સાથે બેઠક ન યોજાય ત્યાં સુધી પગારવધારા મુદ્દે પણ હવે કોઇ બેઠક ન બોલાવવાની નેમ વ્યક્ત કરી હોવાનું મનોહર બેલાણી તથા અન્ય કામદાર યુનિયનના આગેવાનોએ જણાવ્યું હતું.