પોલીસે કેદીની કરી શાહી સરભરા, પાસાના ધનવાન કેદીને હોટલમાં રાખ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સૌથી ધનવાન પીઆઇ રહી ચૂકેલા પીઆઇના પુત્ર પ્રત્યે પોલીસે કુણુ વલણ દાખવ્યાની જાણ થતાં જ એસપી મોડી રાત્રિના જ જી.કે. જનરલમાં દોડયા
- કેદી પાર્ટીના પોલીસ કર્મચારીઓ પર તવાઇ ઉતરવાની શક્યતા?

- પાસાના કેદીને પોલીસે હોટલમાં રાખ્યો

ભુજની પાલારા જેલમાં પાસા તળે સજા કાપતા કેદીને હાડકાંની સારવાર માટે પોલીસ જાપ્તા હેઠળ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં કેદી પાર્ટીના પોલીસ જવાનોએ તોડ પાણી કરી લઇ માત્ર કેસ કાઢી પાંચ કલાક ફરવા લઇ જઇ હોટલમાં જમાડીને આગવી સરભરા કરી હતી અને રાત્રિના અચાનક જ હોસ્પિટલમાં ફરી પ્રગટ થતાં તબીબો પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. સૌથી વધુ ધનવાન પીઆઇ તરીકે રહી ચૂકેલા પોલીસ ઇન્સ્પેકટરના પુત્ર પ્રત્યે પોલીસ જવાનોએ કુણુ વલણ દાખવ્યાની જાણ થતાંની સાથે જ પ‌શ્ચિ‌મ કચ્છ એસપી હોસ્પિટલ દોડી ગયા હતા. આગામી દિવસોમાં જવાબદાર કર્મીઓ સામે સસ્પેન્શન સુધીના પગલાં ભરાવવાની સૂત્રોએ શક્યતા વ્યક્ત કરી છે.

આગળ વાંચો બ્રિજેશ કોમ છે જેની પોલીસ આવી શાહી સરભરા કરે છે