માંડવી સુધરાઇએ બંદોબસ્ત માગ્યો, પોલીસે કહ્યું ચાર્જ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બંદોબસ્ત સાથે પાલિકા બુધવારે સવારે ૧૦થી સાંજે ૬ સુધી આઠ કલાકમાં દબાણો દૂર કરશે
માંડવી તાલુકાની એ.ટી.વી.ટી મીટિંગમાં શહેર તેમજ બહારના વિસ્તારમાં દબાણ દૂર કરવાની માંગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી, જેના માટે માંડવી નગર સેવા સદને પોલીસ બંદોબસ્ત માગ્યો, તો પોલીસે બંદોબસ્ત માટે નિયત ચાર્જ લાગશે તેવું જણાવ્યું હતું. આમ, ૨૦ નવેમ્બરના પોલીસ બંદોબસ્ત આપવા જિલ્લા પોલીસ અધિકારીનું સુધરાઇએ ધ્યાન દોર્યું હતું અને આઠ કલાકમાં તેની કામગીરી હાથ ધરાશે.
ધારાસભ્ય તારાચંદ છેડાને શહેરમાં દબાણ થવાની વ્યાપક ફરિયાદ આવતાં આ બાબતે બેઠકમાં મુદ્ો ચર્ચાયો હતો. સુધરાઇએ અગાઉ તા.૨૯/૧૦ના લેખિત માગણી કરવા છતાં પોલીસે બંદોબસ્ત આપ્યો ન હતો. બીજી મીટિંગમાં પોલીસ બંદોબસ્ત ન મળવાનો મુદ્ો ચર્ચાતાં બંદોબસ્ત જોઇતો હોય, તો સરકારના નિયત થયેલા ચાર્જની રકમ એડવાન્સમાં ચૂકવ્યા બાદ બંદોબસ્ત મળશે તેવો ઉત્તર પ્રાંત અધિકારીને પોલીસ પ્રતિનિધિએ આપ્યો હતો.
નગર સેવા સદને જિલ્લા પોલિસ અધિકારીને બંદોબસ્ત માટે એક પોલીસ ઇન્સ્પેકટર અને આઠથી દસ પોલીસ કર્મીની લેખિત માંગ કરી, જેમાં ભરવાપાત્ર રકમની સહમતી દર્શાવતાં તા ૨૦/૧૧ના સવારે ૧૦થી સાંજે ૬ વાગ્યા સુધી આઠ કલાક સુધીમાં બાબાવાડી સરકારી માલિકીની ૩૭૦ પૈકી ખરાબાની જમીન દબાણ, શહેરના ર્વોડ-૧માં શીતલનગરમાં સાર્વજનિક પ્લોટ પર દબાણ, નાનાલાલ વોરા માર્ગ, ચારણ કન્યા વિદ્યાલય તેમજ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય પાસેના દબાણ સુધરાઇ પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાશે.