તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર બાઇક પર ચઢી ગઇ, ટોળાં હટાવવા પોલીસનો લાઠીચાર્જ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ટાગોર રોડ પર સિક્યુરિટી કંપનીની કાર બાઇક પર ચઢી ગઇ તે અકસ્માતમાં પોલીસનો લાઠીચાર્જ
- મેઘપર(બો) પાસે રોડ ક્રોસ કરતી તરૂણીને સ્કૂટરચાલકે ટક્કર મારતાં ફ્રેકચર


ગાંધીધામના ટાગોર રોડ પર ગુરુવારના સવારના એટીએમ મશીનમાં કેસ જમા કરાવતી સિકયુરિટી કંપનીની કારના ચાલકે બાઇક પર વાહન ચઢાવી દીધું હતું. અકસ્માતને પગલે સ્થળ પર ટોળાં એકત્રિત થતાં ચક્કાજામ સર્જા‍તાં ટ્રાફિક પોલીસે દોડી જઇ લાઠીઓ ઉગામી હતી, તો મેઘપર (બોરીચી) પાસે રોડ ક્રોસ કરતી તરૂણીને અજાણ્યા સ્કુટરના ચાલકે ઠોકરે લેતાં ફ્રેકચર સહિ‌તની ઇજાઓ પહોંચી હતી. અન્ય એક બનાવમાં મહિ‌લા કારચાલકે પોતાની કાર બાઇક સાથે અથડાવી દીધી હતી.